- યુઝવેન્દ્ર ચહલે સેન્સેશન ઓરી સાથેની તસવીરો પોસ્ટ કરી
- કેપ્શનમાં લખ્યુ કે ઓરી લાંબા સમયથી ખોવાયેલો ભાઈ છે
- પોસ્ટ કરતા જ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયાઓનું પૂર આવ્યુ
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા ઓરી સાથે બે તસવીરો શેર કરી છે. તસવીરોમાં ઓરી તેની જાણીતી સ્ટાઈલમાં ચહલને વળગી રહેલો જોવા મળે છે. ચહલે આ તસવીર સાથે ફની કેપ્શન આપ્યું છે. તેણે ઓરીને તેનો લાંબા સમયથી ખોવાયેલો ભાઈ ગણાવ્યો છે.
યુઝવેન્દ્ર ચહલની તસવીરો વાયરલ
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ઓરી તેની જાણીતી સ્ટાઈલમાં ચહલને વળગી રહેલો જોવા મળે છે. ચહલે આ તસવીર સાથે ફની કેપ્શન પણ આપ્યું છે. જેમાં તેણે ઓરીને તેનો લાંબા સમયથી ખોવાયેલો ભાઈ ગણાવ્યો છે. પોસ્ટ કરતાની સાથે જ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયાઓનું પૂર આવવા લાગ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ તસવીરો પર ઘણી ફની કોમેન્ટો કરી છે. ચહલ માટે કોઈએ લખ્યું કે તમે કઈ લાઈનમાં આવ્યા છો તો કોઈએ લખ્યું કે ચાલો, તેને વધુ એક ભાઇ મળી ગયો. આ તસવીર પર ઘણા બધા મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે.
ઓરીની લાઇફ સ્ટાઇલ
ઓરી તેની લાઇફ સ્ટાઇલ માટે જાણીતો છે. તેની ડ્રેસિંગ સેન્સ અને હેર સ્ટાઇલ હંમેશા ચર્ચાઓમાં રહે છે. તેઓ તેમના સ્પષ્ટવક્તા માટે પણ જાણીતા છે. ઓરી ઘણીવાર મોટી હસ્તીઓ સાથે જોવા મળે છે. બોલિવૂડની પાર્ટીઓમાં તેનો ક્રેઝ વઘારે હોય છે. ઓરીની તસવીરો મોટાભાગના દરેક અભિનેતા અને અભિનેત્રી સાથે જોવા મળે છે. તેમની જીવન જીવવાની શૈલી પણ હવે અનુસરવામાં આવી રહી છે. આજકાલ ઓરી કોઈ બોલિવૂડ સેલિબ્રિટીથી ઓછો નથી.
ચહલ ટીમ ઈન્ડિયાની બહાર
યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર થઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયામાં એકથી વધુ સ્પિનર હોવાને કારણે તેમનું સ્થાન નિશ્ચિત થઈ રહ્યું નથી. ચહલ વર્લ્ડ કપ 2023ની ટીમમાંથી બહાર છે. આ સાથે તેને ભારતની T20 ટીમમાં પણ ઓછી તકો મળી રહી છે. ચહલની T20 વર્લ્ડ કપ રમવાની શક્યતાઓ પણ ખુબ ઓછી લાગી રહી છે.


