- એન્જિનિયર ભીખુભાઈ પટેલને ઓનરરી ફેલોશિપ એનાયત કરાઈ
- ટેકનીકલ શિક્ષણમા ફાળો આપવા બદલ વિશિષ્ટ સન્માન કરવામા આવ્યુ
- એન્જીનીયરીંગ કોલેજના અલગ-અલગ વિભાગના પ્રોફેસર તથા તજજ્ઞો ઉપસ્થિત રહ્યા
વલ્લભવિદ્યાનગર સ્થિત રાજ્યના સૌથી મોટા શૈક્ષણિક સંકુલ ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઇ પટેલનું કર્ણાટકના ગુલબર્ગા ખાતે આયોજીત ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન નવી દિલ્હી સંચાલિત રાષ્ટ્રિય કક્ષાન અધિવેશનમાં ટેકનીકલ શિક્ષણમા ફાળો આપવા બદલ વિશિષ્ટ સન્માન કરવામા આવ્યુ હતું.
ભારતના દરેક રાજ્યોમાંથી એન્જીનીયરીંગ કોલેજના અલગ-અલગ વિભાગના પ્રોફેસર તથા તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશન અંતર્ગત ટેકનીકલ શિક્ષણમા ફાળો આપનાર નામાંકિત વ્યક્તિઓનુ રાષ્ટ્રિય કક્ષાએ અભિવાદન કરવામા આવે છે. જેમા આ વર્ષે બે તજજ્ઞોને સન્માનિત કરવામા આવ્યા હતા. જેમા એઆઇસીટીઇ નવી દિલ્હીના અધ્યક્ષ પ્રો. ટી.જી.સીથારામ અને ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ ઇજનેર ભીખુભાઇ પટેલને તેમના ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન અને ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન તેના 52મં રાષ્ટ્રિય અધિવેશનમાં નેશનલ લેવલે સન્માનિત કરી ઓનરરી ફેલોશિપ એનાયત કરવામા આવી છે. આ અધિવેશનમાં કર્ણાટક સરકારના મંત્રી તેમજ આઇએસટીઇ પ્રેસિડેન્ટ, ઇસી મેમ્બર અને જગતગુરૂ શ્રી શ્રી શ્રી ડૉ. નિર્મળાનંદનાથ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.


