ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે યાજ્ઞિક રોડ અને ભીલવાસ રોડને જોડતા કોર્નર પર (કન્યા છાત્રાલય)ની સામે ડબલ હાઇટ(ત્રણ માળ)ના શો-રૂમનો બાંધકામ સીલ કરી દેવામાં આવ્યો છે.
ભીલવાસ અને યાજ્ઞિક રોડના ખૂણે જે શો-રૂમનો જે ગેરકાયદેસર હજીરો ખડકાયેલો છે એ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવનું ત્યા જુનુ બાંધકામ હતુ. વી.પી. વૈષ્ણવે એ જગ્યાએ રિનોવેશનના નામે ત્રણ માળ થાય એ રીતે ડબલ હાઇટના શો-રૂમ કર્યા હતા. જગ્યા કોર્નર પર આવતી હોય ત્રણ બાજુ માર્જીન છોડવુ પડે. તંત્રએ ૨૬૦(૨)ની આખરી નોટિસ પણ ઇશ્યુ કરી હતી. ૭ દિવસની અંદર બાંધકામ સ્વૈચ્છાએ દૂર કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે.