ચેમ્પિયન ટ્રોફી 2025ની શરૂઆત થઇ ચુકી છે. જેમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટ હાર આપી છે. 229ના લક્ષ્યાંકને ભારતે 21 બોલમાં હાંસલ કર્યો હતો. પરંતુ આ મેચની સાથે એક વ્યક્તિની હાજરી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી હતી. અને તે હતો ચેમ્પિયન ટ્રોફી 2025ના બ્રાન્ડ એમ્બેસેડર શિખર ધવન અને તેમની સાથે સ્ટેડીયમમાં હાજર મિસ્ટ્રી ગર્લ. શિખર ધવન તેના અંગત જીવનના ખટરાગ બાદ પ્રથવાર જાહેરમાં કોઇ મિસ્ટ્રી ગર્લ સાથે દેખાતા ચર્ચાનો વિષય બન્યો છે.
કોણ છે આ વિદેશી મહિલા?
વિદેશી યુવતીને ડેટ કરી રહ્યા છે શિખર ધવન?, આ મિસ્ટ્રી ગર્લ કોણ છે?, વગેરે જેવા પ્રશ્નોએ ક્રિકેટ રસિકોમાં કુતુહલ પેદા કર્યુ છે. ભારત અને બાંગ્લાદેશની મેચ જોવા માટે શિખર ધવન દુબઇ આવી પહોંચ્યા હતા. અને અહીં તેમની સાથે વિદેશી મહિલા પણ જોવા મળી હતી. પ્રથમવાર શિખર આ યુવતી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અને બાદમાં તેઓ એકસાથે મેચ જોવા પણ આવી પહોંચ્યા હતા. શિખર ધવન હાલ પોતાની જિંદગીમાં એકલા છે. તેમના છૂટાછેડા થઇ ચુક્યા છે. આયશા મુખર્જી સાથે શિખરે પ્રથમ લગ્ન કર્યા હતા. આયશા પહેલાથી જ મેરીડ હતી. અને તેમને બે બાળકીઓ હતી. શિખર ધવન સાથે લગ્ન કર્યા બાદ આયશાએ પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ લગ્ન જીવનમાં તિરાડ પડતા આ કપલ અલગ થઇ ચુક્યુ છે. અનેક વખત પોતાના પુત્રથી અલગ થવાનું દુઃખ શિખર ધવને વ્યક્ત કર્યું છે. શિખર ધવનનો દીકરો ઓસ્ટ્રેલિયામાં તેની માતા આયશા સાથે રહે છે.
વિદેશી મહિલા સાથેની મિત્રતા ચર્ચાનો વિષય
ત્યારે હવે શિખર વિદેશ મહિલા સાથે જોવા મળતા દરેક સ્થળે આ બંને વ્યક્તિઓની ચર્ચા થઇ રહી છે. આ વિદેશી યુવતી સોફી છે. અને શિખર ધવન તેને ઇંસ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે. આ બંને વચ્ચે મિત્રતા છે. પણ તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે કે નહી તેની કોઇ માહિતી સામે આવી નથી. શિખર ધવન ખૂબ જ કૂલ છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર રમુજી પોસ્ટ્સ પોસ્ટ કરે છે.


