ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં વિરાટ કોહલીનું બેટ કામ ન આવ્યું પણ આ ખેલાડીનું છેલ્લું મિશન ચોક્કસ પૂર્ણ થયું. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને ભારતે 12 વર્ષ પછી આ સન્માન મેળવ્યું.
આ જીતથી વિરાટ કોહલી ખૂબ ખુશ જોવા મળ્યો હતો અને તેને ક્રિકેટ છોડવાની વાત પણ કરી હતી. અરે, હેરાન ન થાવો, પરંતુ હકીકતમાં વિરાટે કહ્યું હતું કે જ્યારે તે અને અન્ય મોટા ખેલાડીઓ આ ટીમ છોડી દેશે, ત્યારે તેમને ખાતરી થશે કે ભારતીય ટીમ સુરક્ષિત હાથમાં છે.
વિરાટ કોહલીની વાતે જીત્યું દિલ
ચેમ્પિયન બન્યા પછી, વિરાટ કોહલીએ કહ્યું કે ‘તે અદ્ભુત રહ્યું છે, અમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી વાપસી કરવા માંગતા હતા.’ કેટલાક શાનદાર યુવાનો સાથે રમવું ખૂબ જ સરસ હતું. તેઓ આગળ વધી રહ્યા છે અને ભારતને યોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા છે.’ વિરાટે આગળ કહ્યું કે ‘આટલા લાંબા સમય સુધી રમ્યા પછી, તમે દબાણમાં સારું રમવાની અપેક્ષા રાખો છો.’ ખિતાબ જીતવા માટે, આખી ટીમે અલગ અલગ મેચોમાં આગળ આવવું પડશે. ઘણા છોકરાઓએ આવી પ્રભાવશાળી ઈનિંગ્સ રમી છે અને એટલી સારી બોલિંગ કરી છે કે, સામૂહિક પ્રયાસને કારણે જ અમારા માટે આ જીત શક્ય બની છે.
વિરાટ કોહલીએ કહ્યું કે ‘હું આ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું, મારા અનુભવો શેર કરવાનો પ્રયાસ કરું છું, તેમને જણાવું છું કે હું આટલા લાંબા સમય સુધી કેવી રીતે રમ્યો છું. જ્યારે આપણે ક્રિકેટ છોડીએ છીએ, ત્યારે તમે વધુ સારી સ્થિતિમાં જવા માંગો છો. ગિલ, શ્રેયસ, રાહુલ બધાએ ખૂબ જ પ્રભાવશાળી ઈનિંગ્સ રમી છે. ટીમ સારા હાથમાં છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ કરી કમાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ કોહલીએ 5 મેચમાં 218 રન બનાવ્યા. વિરાટની બેટિંગ એવરેજ 54 થી વધુ હતી. તેને પાકિસ્તાન સામે સદી ફટકારી હતી અને સેમીફાઈનલમાં તેના બેટમાંથી અડધી સદી નીકળી.
વિરાટે જીતી ચોથી ICC ટુર્નામેન્ટ
વિરાટ કોહલીએ પોતાના કરિયરની ચોથી ICC ટુર્નામેન્ટ જીતી છે. તેને 2011ના વર્લ્ડકપમાં પહેલી વાર ICC ટ્રોફી જીતી હતી, જે વર્લ્ડકપ હતો. તેને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને 2024 માં તેને T20 વર્લ્ડ કપ જીત્યો હતો, હવે વિરાટે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે.


