ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કરોડો ફેન્સ આ મેચની રાહ જોઈ રહ્યા હતા. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
આ મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ ભારતીય બોલર સામે નતમસ્તક જોવા મળ્યા. આ મેચની શરૂઆતમાં ગુજરાતી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. પાકિસ્તાન ખેલાડીઓ સામે ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાએ ધૂમ મચાવી છે.
પાકિસ્તાનને પહેલો ઝટકો
પાકિસ્તાનને ઈનિંગ્સની નવમી ઓવરમાં 41 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો. હાર્દિક પંડ્યાની ઓવરના પહેલા બોલ પર બાબરે ચોગ્ગો ફટકાર્યો. આ પછી હાર્દિક પોતાના પર ગુસ્સે જોવા મળ્યો. બીજા જ બોલ પર હાર્દિકે બાબરને વિકેટકીપરના હાથે કેચ અપાવ્યો અને પેવેલિયન મોકલી દીધો. હાર્દિકે બાબરને ચૂપ કરાવ્યો. બાબર 26 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 23 રન બનાવી શક્યો.
પાકિસ્તાનને બીજો ઝટકો
પાકિસ્તાનને ઈનિંગ્સની 10મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો. અક્ષર પટેલના સીધા હિટ પર ઈમામ ઉલ હક રન આઉટ થયો. ઈમામ 26 બોલમાં ફક્ત 10 રન બનાવી શક્યો. પાકિસ્તાનને સતત બીજી ઓવરમાં ઝટકો લાગ્યો છે. નવમી ઓવરમાં હાર્દિકે બાબરને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. તે ફક્ત 23 રન જ બનાવી શક્યો.
પાકિસ્તાનને ત્રીજો ઝટકો
મોહમ્મદ રિઝવાન અક્ષર પટેલના બોલને બિલકુલ સમજી શક્યો નહીં અને ક્લીન બોલ્ડ થયો અને તેની અડધી સદી ચૂકી ગયો. તેને મેચમાં 46 રન બનાવ્યા.
પાકિસ્તાનને ચોથો ઝટકો
પાકિસ્તાને35મી ઓવરમાં 159 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી. સઈદ શકીલ 76 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો. હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયન મોકલ્યો. હવે બંને નવા બેટ્સમેન ક્રીઝ પર છે.
પાકિસ્તાનને પાંચમો ઝટકો
રવિન્દ્ર જાડેજાએ તૈયબ તાહિરને ક્લીન બોલ્ડ કર્યો છે. તૈયબ તેનો બોલ બિલકુલ સમજી શક્યો નહીં અને આઉટ થઈ ગયો.
પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો
કુલદીપ યાદવે સલમાન અલી આગાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. સલમાન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહીં અને ફક્ત 19 રન જ બનાવી શક્યો.
પાકિસ્તાનને સાતમો ઝટકો
કુલદીપ યાદવે સતત 2 બોલમાં 2 વિકેટ લીધી અને સલમાન અલી આગા પછી કુલદીપે શાહીન આફ્રિદીની વિકેટ લીધી છે. પરંતુ તે પોતાની હેટ્રિક હાંસલ કરી શક્યો નહીં.
પાકિસ્તાનને આઠમો ઝટકો
કુલદીપના બોલ પર નસીમ શાહે શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોહલીએ તેને કેચ કરીને પેવેલિયન મોકલી દીધો. નસીમ 16 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 14 રન બનાવીને આઉટ થયો.
પાકિસ્તાનને નવમો ઝટકો
49મી ઓવરમાં મોહમ્મદ શમીના બોલ પર હરિસ રૌફે બે છગ્ગા ફટકાર્યા. તેના કારણે જ પાકિસ્તાની ટીમ 240 રનનો આંકડો પાર કરી શકી. પરંતુ તે ઓવરના છેલ્લા બોલ પર અક્ષર પટેલ અને કેએલ રાહુલે તેને રન આઉટ કર્યો.
પાકિસ્તાનની ટીમ થઈ ઓલઆઉટ
હર્ષિત રાણાના બોલ પર ખુશદિલે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોહલીએ તેનો કેચ પકડી લીધો. ખુશદિલ આઉટ થનાર છેલ્લો ખેલાડી છે. પાકિસ્તાન 241 રનમાં ઓલઆઉટ થઈ ગયું.


