ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ માત્ર 241 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં ભારત માટે કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી છે. આ મેચમાં તેને ત્રણ વિકેટ લીધી. આ સમય દરમિયાન તે એક લિસ્ટનો ભાગ બની ગયો છે.
આ ખાસ લિસ્ટનો ભાગ બન્યો કુલદીપ યાદવ
કુલદીપ યાદવ દિગ્ગજ અનિલ કુંબલે અને રવિચંદ્રન અશ્વિન સાથે એક ખાસ લિસ્ટનો ભાગ બન્યો. કુંબલે, અશ્વિન, હરભજન સિંહ અને રવિન્દ્ર જાડેજા પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ લેનાર પાંચમો ભારતીય સ્પિનર બન્યો. તેને 43મી ઓવરના ચોથા બોલ પર પાકિસ્તાની બેટ્સમેન સલમાન અલી આગાને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી.
આગાએ કુલદીપ સામે એરિયલ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલને યોગ્ય રીતે કનેક્ટ કરી શક્યો નહીં અને રવિન્દ્ર જાડેજાને આસાન કેચ આપ્યો. ક્રીઝ પર રહેવા દરમિયાન, તેને 24 બોલનો સામનો કર્યો પરંતુ એક પણ ચોગ્ગો કે છગ્ગો ફટકારી શક્યો નહીં. કુલદીપ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ લેનાર 13મો ભારતીય બોલર છે. કુલદીપે અત્યાર સુધીમાં 13 ટેસ્ટમાં 56 વિકેટ, 110 વનડેમાં 175 વિકેટ અને 40 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 69 વિકેટ લીધી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય સ્પિનરો દ્વારા સૌથી વધુ વિકેટો
અનિલ કુંબલે: 953
રવિચંદ્રન અશ્વિન: 765
હરભજન સિંહ: 707
રવિન્દ્ર જાડેજા: 604
કુલદીપ યાદવ: 300*
સૌથી ઓછી ઈનિંગ્સમાં 300 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારા ભારતીય બોલરો
146 – કપિલ દેવ
161 – મોહમ્મદ શમી
169 – અનિલ કુંબલે
170 – કુલદીપ યાદવ*
173 – રવિચંદ્રન અશ્વિન
181 – જસપ્રીત બુમરાહ
કુલદીપ યાદવનું પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન
કુલદીપનો પાકિસ્તાન સામે વનડેમાં સારો રેકોર્ડ છે. અત્યાર સુધી રમાયેલી સાત મેચમાં, તેને 13 બેટ્સમેનોને આઉટ કર્યા છે, જેમાં એક વખત પાંચ વિકેટ લેવાનો સમાવેશ થાય છે.


