29 વર્ષ પછી પાકિસ્તાનને કોઈ ICC ટૂર્નામેન્ટ કેમ મળી? આ પહેલા કરાચી સ્ટેડિયમમાં ભારતીય ધ્વજ ન ફરકાવા બદલ PCB પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાન દ્વારા આતંકી હુમલાના સમાચારે પણ પ્રશંસકોને ડરાવ્યા હતા. હવે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને સુરક્ષા માટે તૈનાત 100 પોલીસ કર્મચારીઓને બરતરફ કરવાનો મામલો સામે આવ્યો છે.
પાકિસ્તાનની પંજાબ પોલીસના 100 પોલીસકર્મીઓને બરતરફ કરાયા
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતથી જ પાકિસ્તાનની મુશ્કેલીઓનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. દેશની સામે દરરોજ કોઈને કોઈ નવો વિવાદ કે શરમ આવે છે. હવે એક તાજા સમાચાર મુજબ, પાકિસ્તાનની પંજાબ પોલીસના 100 પોલીસકર્મીઓને ટૂર્નામેન્ટ દરમિયાન તેમની ફરજ બજાવવાનો ઇનકાર કરવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે.
જવાબદારીઓ નિભાવવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો
આ અંગે પંજાબ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે “પોલીસ અધિકારીઓને ગદ્દાફી સ્ટેડિયમ લાહોર અને હોટલ વચ્ચે મુસાફરી કરતી ટીમોની સુરક્ષા પૂરી પાડવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ક્યાં તો ગેરહાજર હતા અને તેમની જવાબદારીઓ નિભાવવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો.”
આઈજીપી પંજાબે નોંધ લીધી
વધુમાં, એક અધિકારીએ જણાવ્યું કે IGP પંજાબ ઉસ્માન અનવરે આ મામલાની નોંધ લીધી છે. તેમણે કહ્યું, “આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની સુરક્ષાની વાત આવે ત્યારે બેદરકારીને કોઈ અવકાશ નથી. પરંતુ ગેરહાજરીનું સાચું કારણ લાંબા કલાકોની ફરજ હોઈ શકે છે. આટલું પૂરતું ન હોય તો વિદેશી નાગરિકો સામે અપહરણની ધમકીઓ પણ આપવામાં આવી છે.
જોકે, બરતરફ કરાયેલા પોલીસકર્મીઓએ તેમની સત્તાવાર ફરજો બજાવવાનો શા માટે ઇનકાર કર્યો તે અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી, કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ સૂચવે છે કે બરતરફ કરાયેલા પોલીસકર્મીઓ લાંબા સમય સુધી ફરજ બજાવવાને કારણે વધુ પડતા બોજની લાગણી અનુભવતા હતા. ન્યૂઝીલેન્ડ અને ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમ પહેલા જ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ છે.


