ભારત સામેની મેચ પછી અબરાર અહેમદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. પરંતુ શુભમન ગિલને આઉટ કર્યા પછી તેની બોલિંગને કારણે નહીં પરંતુ તેના સેલિબ્રેશનને કારણે તેની ટીકા થઈ રહી હતી.
ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓએ પણ તેની ખૂબ ટીકા કરી હતી. હવે અબરાર અહેમદે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી વિશે એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તેને વિરાટ કોહલીનો આભાર માન્યો છે.
અબરાર અહેમદે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી. તેમાં તેને એક કોલાજ શેર કર્યો, જેમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની ક્ષણો બતાવવામાં આવી છે જ્યારે અબરાર અહેમદ અને વિરાટ કોહલી એકબીજાની નજીક ઉભા હતા. એક ફોટામાં, કોહલી અબરારની પીઠ થપથપાવી રહ્યો છે અને તેની બોલિંગના વખાણ કરી રહ્યો છે. કોહલીના આ વર્તન અંગે અબરાર અહેમદે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી.
અબરાર અહેમદે ઈન્સ્ટા પોસ્ટ દ્વારા વિરાટ કોહલીનો માન્યો આભાર
અબરારે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે “મારા બાળપણના હીરો વિરાટ કોહલીને બોલિંગ. તેમની પ્રશંસા બદલ આભારી. એક ક્રિકેટર તરીકેની તેમની મહાનતા ફક્ત એક વ્યક્તિ તરીકેની તેમની નમ્રતા સાથે મેળ ખાય છે. મેદાન પર હોય કે બહાર, કોહલી એક સાચી પ્રેરણા છે.”
ભારતે પાકિસ્તાનને હરાવ્યું
આ ભારત પાકિસ્તાન મેચ 23 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમાઈ હતી. ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આ હાર પહેલા પાકિસ્તાન ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું, જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચારેય સેમીફાઈનલ ટીમો મળી ગઈ છે. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ અને ગ્રુપ B માંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.


