દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે, અફઘાનિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઈનલની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગઈ છે.
જાણો આફ્રિકા સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચ્યું
દક્ષિણ આફ્રિકાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તેમની ત્રીજી છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 38.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ કરી દીધું અને બેટિંગ કર્યા વિના સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. અફઘાનિસ્તાનને નોકઆઉટની દોડમાં રાખવા માટે વિજયનો માર્જિન ઓછામાં ઓછો 207 રનનો હોવો જરૂરી હતો, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 200 રનનો આંકડો પણ સ્પર્શી શકી નહીં.
ઈંગ્લેન્ડ ટીમ તરફથી જો રૂટ સૌથી વધુ 37 રન બનાવ્યા. જોફ્રા આર્ચર 25 રને, બેન ડકેટ 24 રને અને જોસ બટલર 21 રનનું પણ યોગદાન આપ્યું. માર્કો જેનસેન અને વિઆન મુલ્ડરે ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે કેશવ મહારાજે બે બેટ્સમેનને આઉટ કર્યા. કાગીસો રબાડા અને લુંગી ન્ગીડીએ એક-એક વિકેટ લીધી.
ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ બહાર
ઈંગ્લેન્ડની ટીમ પોતાની અગાઉની મેચોમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું અને ઓસ્ટ્રેલિયા સાથેની તેમની મેચ રદ્દ થઈ.
આ મેચ માટે બંને દેશોની ટીમો
ઈંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.
દક્ષિણ આફ્રિકા: ટ્રિસ્ટન સ્ટબ્સ, રાયન રિકેલ્ટન, રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી ન્ગીડી.


