ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા થઈ રહી છે. આ મોટી ICC ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા સહિત આઠ ટીમો ભાગ લઈ રહી છે. ટીમ ઈન્ડિયા તેની બધી મેચ UAEમાં રમશે.
આ ટુર્નામેન્ટ આઠ વર્ષ પછી પાછી આવી છે. આ ટુર્નામેન્ટ છેલ્લે 2017 માં યોજાઈ હતી. ત્યારે પાકિસ્તાને ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 1998માં થઈ હતી. તમને જણાવી દઈએ કે ત્યારથી અત્યાર સુધી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહ્યું છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની સફર
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત ‘ICC નોક આઉટ’ નામથી થઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ તેની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રનથી હરાવ્યું હતું. વર્ષ 2002 માં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા આ ટુર્નામેન્ટના સંયુક્ત વિજેતા હતા. ટીમ ઈન્ડિયાએ 2013માં ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જ્યારે 2017 માં રમાયેલી છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતને ફાઈનલમાં પાકિસ્તાન સામે 180 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. ભારતે 29 મેચ રમી છે અને 18 મેચ જીતી છે. જ્યારે તેમને 2012માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેના ત્રણ મેચ અનિર્ણિત રહ્યા.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના ટોપના 3 બોલરો
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર છે. તેને 10 મેચમાં 16 વિકેટ લીધી છે. જ્યારે ઝહીર ખાનનું નામ બીજા નંબરે સામેલ છે. ઝહીરે 9 મેચમાં 15 વિકેટ લીધી છે. ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકર ત્રીજા નંબરે આવે છે. બેટની સાથે તેને બોલથી પણ ધૂમ મચાવી છે. સચિન તેંડુલકરે આ ટુર્નામેન્ટમાં 16 મેચમાં 14 વિકેટ લીધી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના ટોચના 3 બેટ્સમેન
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા ટોપના 3 ભારતીય બેટ્સમેનોની. શિખર ધવન આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. ‘મિસ્ટર આઈસીસી’ તરીકે પણ જાણીતા ધવનએ 10 મેચમાં 701 રન બનાવ્યા છે. તેને ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. સૌરવ ગાંગુલી બીજા સ્થાને છે. ગાંગુલીએ 13 મેચમાં 665 રન બનાવ્યા છે. તેના બેટમાંથી ત્રણ સદી અને ત્રણ અડધી સદી પણ લાગી છે. રાહુલ દ્રવિડનું નામ ત્રીજા નંબરે છે. દ્રવિડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 19 મેચોમાં 6 અડધી સદીની મદદથી 627 રન બનાવ્યા છે.


