- ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત
- રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 71 કેસો
- સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 71 કેસો નોંધાતા આરોગ્ય ટીમ કામે લાગી છે. વાયરલ એન્કેફેલાઇટીસના સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં 8 શંકાસ્પદ કેસો નોંધાયા છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસથી ઘણા બાળકોના મોત પણ થયા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતાં, હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાય રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 71 કેસ નોંધાયા છે. સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં 8 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જ્યારે ખેડા, જામનગર અને ગાંધીનગરમાં 5-5 કેસ નોંધાયા છે. અરવલ્લી અને મહેસાણા, અમદાવાદ કોર્પોરેશન અને મોરબીમાં 4-4 કેસ નોંધાયા છે. મહીસાગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશન, છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠામાં 2-2 કેસ નોંધાયા છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર..!
- વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 71 કેસ નોંધાયા
- પંચમહાલમાં 11, સાબરકાંઠામાં 8 શંકાસ્પદ કેસો નોંધાયા
- ખેડા, જામનગર અને ગાંધીનગરમાં 5-5 કેસ નોંધાયા
- અરવલ્લી અને મહેસાણામાં 4-4 કેસ નોંધાયા
- અમદાવાદ કોર્પોરેશન અને મોરબીમાં 4-4 કેસ
- મહીસાગર, રાજકોટ, સુરેન્દ્રનગર 2-2 કેસ નોંધાયા
- ગાંધીનગર કોર્પોરેશન, છોટાઉદેપુર 2-2 કેસ નોંધાયા
- દાહોદ, બનાસકાંઠામાં 2-2 કેસ નોંધાયા
- વડોદરા, નર્મદા, વડોદરા કોર્પોરેશન 1-1 કેસ નોંધાયા
- ભાવનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા
- રાજકોટ કોર્પોરેશન અને કચ્છ 1-1 કેસ શંકાસ્પદ કેસો
- ચાંદીપુરા વાયરસના કારણે 27 બાળકોએ જીવ ગુમાવ્યા
- ચાંદીપુરા વાયરસના કારણે 41 બાળકો સારવાર હેઠળ
- ચાંદીપુરા વાયરસથી 3 બાળકોને રજા અપાઇ
- રાજસ્થાનમાં 2 કેસ, મધ્ય પ્રદેશમાં 1 કેસ નોંધાયા
- રાજસ્થાનમાં 1નું મોત, 3 બાળક સારવાર હેઠળ
- આરોગ્યની ટીમની કુલ 121826 વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી
ચાંદીપુરા વાઇરસનો અન્ય રાજ્યોમાં પગ પેસારો
ચાંદીપુરા વાઇરસને લઇ અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો હાલ મળી રહેલા આકડા મુજબ, રાજસ્થાનમાં 2 કેસ અને મધ્ય પ્રદેશમાં 1 કેસ નોંધાયા છે. ચાંદીપુરા વાયરસથી રાજસ્થાનમાં 1 બાળકે જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય 3 બાળકોની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


