- રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે આવ્યો ઉછાળો
- સાબરકાંઠાથી શરૂ થયેલો વાયરસ ગુજરાતમાં ફેલાયો
- અત્યાર સુધી 43 બાળકનો ચાંદીપુરાએ લીધો જીવ
ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 124 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 44 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 54 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 26 દર્દીઓ સાજા થયા છે.
ચાંદીપુર વાયરસે મચાવ્યો હાહાકાર
- રાજ્યમાં ચાંદીપુરાના કુલ 124 શંકાસ્પદ કેસ
- સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ
- શંકાસ્પદ પૈકી 37 કેસો હાલ પોઝિટિવ
- ચાંદીપુરાના કારણે રાજ્યમાં 44 મોત થયા
- હોસ્પિટલમાં 54 દર્દીઓ હાલ સારવાર હેઠળ
- રાજ્યમાં અત્યાર સુધી 26 દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 5 થઈ છે. શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 15 કેસ નોંધાયા છે. 15 પૈકી 5 અસરગ્રસ્ત બાળકોના મોત નીપજ્યા છે.
ચાંદીપુરા વાયરસને લઇ ગુજરાત આવ્યા 2 વૈજ્ઞાનિક
કેન્દ્રના 2 વૈજ્ઞાનિકો ચાંદીપુરા વાયરસને લઈ ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં વાયરસથી સંક્રમિત વિસ્તારની મુલાકાત લીધી છે. આ બન્ને વૈજ્ઞાનિકો ગઈકાલે ગાંધીનગર સેકટર 17માં ચાદીપુરા વાયરસ અંગે તપાસ કરી હતી. કેન્દ્રમાંથી આવેલા 2 વૈજ્ઞાનિકો એ તપાસ કરી રહ્યાં છે કે, ચાંદીપુરા વાયરસનું સંક્રમણ કઈ રીતે થયુ.
સુરતમાં ચાંદીપુરાનો કોઈ કેસ નહીં, 12 વર્ષીય મૃત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
સુરત શહેરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જેથી બાળકી ચાંદીપુરાથી સંક્રમિત છે કે કેમ? તેની ખારાઈ કરવા સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 4 દિવસે આવતા બાળકી ચાંદીપુરા નેગેટિવ હોવાની પુષ્ટિ થઈ છે.


