- નર્મદા જિલ્લાના રાજપીપળામાં કમોસમી વરસાદ
- કપરાડા અને ધરમપુરમાં કમોસમી વરસાદ શરૂ થયો
- ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ
હાલમાં લોકો ત્રણ ઋતુનો એક સાથે અનુભવ કરવામાં આવી રહ્યા છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાકમાં વરસાદની આગાહી કરી હતી. આ વચ્ચે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. જેમાં વલસાડ અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ
સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આ વચ્ચે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે. આ ભરૂચ અને નર્મદાના ઓસારા પંથકમાં પણ વરસ્યો કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા છે. જેની સાથે જ સમી સાંજે વરસાદ વરસતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેમાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટાં
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. જેમાં કપરાડા અને ધરમપુરમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ભર શિયાળે વલસાડ જિલ્લામાં ઉમરગામ સહિત વિવિધ ભાગોમાં વરસાદથી ચોમાસા જેવો માહોલ જામ્યો છે. આ વચ્ચે મોડી સાંજે ઉમરગામના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે.
આ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જ્યારે આજે થયેલા વરસાદના કારણે ખેડૂતોના રવિપાકને નુકસાન થઈ શકે છે. જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં કપાસ અને તુવેરના પાકને નુકશાનની ભીતિ જોવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદ
જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ખૂબ હળવો વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દમણ, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. ડાંગમાં 1 એમએમ, વલસાડમાં 0.5 એમએમ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં હવામાન સૂકુ રહ્યું હતું.


