- છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન
- 70બેઠકોમાં થઇ રહી છે ચૂંટણી
- પૂર્વ મુખ્યમંત્રીએ પરિવર્તનનો વિશ્વાસ કર્યો વ્યક્ત
છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 70બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જો કે ઘણી બેઠક પર હુમલો થવો કે બબાલ થઇ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી પરંતુ એકંદરે શાંતિ પૂર્ણમાહોલમાં મતદાન થઇ રહ્યું છે. ત્યારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમણસિંહે આ વખતની ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ વખતે પરિવર્તન નિશ્ચિત- રમણસિંહ
નવેમ્બર 17 ના રોજ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહે જણાવ્યું હતું કે આ વખતે પરિવર્તન થશે તે નિશ્ચિત છે. અત્યાર સુધી જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ, 20-23 ટકા મતદાન થયું છે. આ મતદાનમાં એક મહત્વની બાબત એ છે કે મહિલાઓની લાંબી કતાર છે. અને ચોક્કસપણે, મહિલાઓની આ લાંબી કતારએ ભાજપને તેમના આશીર્વાદ આપ્યા છે. હું તમામ મતદારોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરીશ. આપણે સમગ્ર છત્તીસગઢમાં લોકોને હાલની સરકાર સામે રોષ છે. લોકો ભૂપેશ બઘેલની આતંક અને લૂંટની સરકાર બદલવા માંગે છે. આ ચૂંટણીમાં પરિવર્તન નિશ્ચિત હોવાનો દાવો વ્યક્ત કર્યો હતો.
છત્તીસગઢમાં જામ્યો છે જંગ
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે બાકીની 70 સીટો માટે આજે શુક્રવારે બીજા અને અંતિમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહ દેવ તેમજ રાજ્યના 8 મંત્રીઓ અને 4 સાંસદો સહિત 958 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. આ વખતે સત્તાધારી પક્ષ કોંગ્રેસે કુલ 90 બેઠકોમાંથી 75થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કોંગ્રેસે સત્તામાં વાપસી માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. જ્યારે ભાજપ રાજ્યમાં સત્તામાં પરત ફરવા માંગે છે. ભાજપે 2003થી 2018 સુધી સતત 15 વર્ષ સુધી અહીં શાસન કર્યું છે. છત્તીસગઢના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને આજે બપોરે 12 વાગ્યાની આસપાસ રાજધાની રાયપુરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. વોટિંગને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા આહ્વાન કર્યું છે.