- અવસરમાં 57 બટુકોએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા
- સમૂહ લગ્નોત્સવમાં 12 નવયુગલોએ સાથે જીવવાના કોલ દીધા
- મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ સમાજની જનમેદની ઉમટી
ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામે આવેલ પ્રાથમિક શાળાના સંકુલ ખાતે પાટણવાડા ઔદીચ્ય સહસ્ત્ર્ર બ્રાહ્મણ સમાજના સમુહલગ્ન યોજાયા હતા. જેમાં 12 નવદંપતિઓએ શાસ્ત્ર્રોકત વિધિથી પ્રભુતાનાં પગલાં માંડયા હતા. તેમજ 57 બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી હતી.
મંડલોપ ગામે આવેલ પ્રાથમિક શાળાના સંકુલ ખાતે પાટણવાડા ઔદીચ્ય સહસ્ત્ર્ર બ્રહ્મ સમાજના સમુહલગ્ન યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ લોકો દ્વારા હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ બટુકોને તથા લગ્નના તાંતણે બંધાયેલ નવદંપતીઓને ભેટ આપવામાં આવી હતી તેમજ લગ્ન મહોત્સવમાં વિવિધ દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ સમાજની જનમેદની ઉમટી પડી હતી.


