શ્રી લિંબજા માતાજી દેલમાલ ગામમાં ચૈત્ર સુદ સાતમનો સમસ્ત જેઠી સમાજમાં ખૂબ જ મહત્વનો દિવસ છે. લિંબજા માતાજી જેઠી ચતુર્વેદી મોડ બ્રાહ્મણ સમાજના કુળદેવી છે. મા લિંબજાનુ મંદિર ખૂબ જ પ્રાચીન અને વિશાળ આજે પણ અડીખમ ઊભું છે. કારણ કે લિંબજા માતાજી ની કૃપા અને જેઠી સમાજની ખુમારી દર્શાવે છે. વાત કરીએ ચૈત્ર સુદ સાતમની તો આ દિવસ આવતાં જ સમસ્ત જેઠી સમાજમાં આનંદ જોવા મળે છે. આ તહેવારની રાહ પણ ખૂબ જ આતુરતાથી જોવા મળે છે. ચૈત્ર સુદ સાતમના આગલા દિવસે એટલે કે ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે જેઠી સમાજના ભાઈઓ તથા બહેનો ભુજ, વડોદરા, દેત્રોલી, ઉદયપુર, કોટા વગેરે સ્થળોથી પગપાળા સંઘો લઈને દેવભૂમિ દેલમાલ ગામે આવે છે. એમનું સ્વાગત કરી માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ સાતમની વહેલી સવારે માતાજીના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. અને સવારે ૯:૦૦ કલાકે થી માતાજીના રથને એક અલગથી પરંપરિક રીતે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ૧૨:૦૦ કલાકે જેઠી સમાજના બે બળદને તૈયાર કરવામાં આવે છે. બળદની ચેતના કંઈક અલગ જ હોય છે. ત્યાર પછી માતાજીના રથમાં બળદ જોડીને શ્રી પલ્લી માતાજીના મંદિરે જવા માટે પ્રયાણ કરે છે. ત્યાર પછી પલ્લી માતાજીના મંદિરે હવન આરતી કરીને રથ પરત થાય છે.
તેની એક વિશેષતા એ છે કે બળદને જોતર વિના રથમાં જોડાવામાં આવે છે. ત્યારબાદ હનુમાનજીના મંદિર પાસે બળદ છોડી દેવામાં આવે છે. ત્યાંથી જેઠી સમાજના ભાઈઓ હાથાબેલી ની સાંકળ બનાવી માતાજીના રથને પરત શ્રી લિંબજા માતાજીના મંદિરે લઈ આવવામાં આવે છે. આ દિવસે રથના દોડવા પરથી નવા વર્ષની શુકન જોવામાં આવે છે.તેવુ ગામના ત્રિભુવનદાસ જેઠી એ જણાવ્યું હતું.