- રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં લાગી આગ
- કંપનીની આસપાસ આવેલા વિસ્તારો કરાવાયા ખાલી
- બારડોલી પ્રાંત અધિકારી પહોંચ્યા સ્થળ પર
સુરત જિલ્લાના મહુવા તાલુકામાં તરસાડી ગામની ઘટના સામે આવી રહી છે. તરસાડી ગામની અંદર આવેલા વિલાઈન ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગી છે. રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં આગ લાગી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી જોવા મળી છે. જો કે હજી સુધી કોઈપણ જાનહાનિની માહિતી સામે આવી નથી.
આ સાથે જ આગ વિકરાળ બનતા સુરત જિલ્લામાં બારડોલી પલસાણા ,માંડવી,વ્યારા તેમજ નવસારીની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એટલું જ નહીં આગની ભયાનકતા જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. જોકે આગ કેવી રીતે લાગી તેની વિગતો હજી સામે આવી નથી.
રેફ્રિજરેટરની કંપનીમાં આગ લાગતા ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ કંપનીની આસપાસ આવેલ 6 જેટલા વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયર ટીમ તાત્કાલિક આગ પર કાબૂ મેળવા માટે પ્રયત્ન કરી રહી હતી. આ સાથે જ બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર પહોંચ્યા સ્થળ પર પહોંચ્યા હતા.


