- ચૂંટણી પરિણામોમાં વિલંબનું કારણ વાતચીતનો અભાવ
- આખરે પાકિસ્તાનમાં સરકાર રચવામાં કંઈક રંધાયાની આશંકા
- ચૂંટણી બાદ ઈમરાન ખાનની પાર્ટી સક્રિય
પાકિસ્તાનમાં ગઈકાલે ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામોની જાહેરાતમાં મસમોટો વિલંબનું કારણ સંચારની અછત ગણાવાઈ રહી છે. એક અધિકારીએ આની જાણકારી આપતા જણાવ્યું કે આ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિવારક ઉપાયોનું પરિણામ હતું.
શુક્રવારે ચૂંટણીના પરિણામોની જાહેરાત
પાકિસ્તાન ચૂંટણી પંચે શુક્રવારે સવારે ચૂંટણીના પરિણામની જાહેરાત કરી હતી. ચૂંટણીમાં અરાજકતા, ગોટાળો અને દેશમાં મોબાઈલ ફોન બંધ કરવાનો આરોપ વચ્ચે વોટિંગને સમાપ્ત કરવાથી 10 કલાક બાદ ચૂંટણી પરિણામ જાહેર કરાયું.
મંત્રાલયે સોશિયલ મીડિયો પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે ચૂંટણી પરિણામોમાં વિલંબનું કારણ વાતચીતનો અભાવ છે. તેમને કહ્યું કે ચૂંટણી પરિણામમાં વિલંબને લઈ મીડિયા અને જનતાની ચિંતાઓની સમીક્ષા કરાશે.
પીટીઆઈના અપક્ષ ઉમેદવાર આગળ
મતદાનના પરિણામોમાં વિલંબ બાદ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઈન્સાફના અપક્ષ ઉમેદવારોએ તમામને આશ્વર્યચકિત કરી દીધા છે. ઈસીપીએ અત્યાર સુધી સત્તાવાર રીતે ખૈબર પખ્તૂનખ્વા વિધાનસભાના માત્ર ચાર પરિણામ અપલોડ કર્યા છે. આ તમામ સીટ પીટીઆઈના અપક્ષ ઉમેદવોરએ જીતી લીધી છે. ચૂંટણી પંચે નેશનલ એસેમ્બલી અથવા અન્ય પ્રાંતોનું પરિણામ અત્યાર સુધી અપલોડ નથી કર્યું. જો કે, પાકિસ્તાનમાં તમામ ખાનગી મીડિયા ચેનલે પીટીઆઈના અપક્ષ ઉમેદવારો આગળ હોવાનું જણાવ્યું છે.


