- ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ
- પ્રવાસન વિભાગે 15 એપ્રિલથી શરૂ કર્યું હતું રજિસ્ટ્રેશન
- એક સપ્તાહમાં રજીસ્ટ્રેશનની સંખ્યા 12.48 લાખને પાર
ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થાય તે પહેલા શ્રદ્ધાળુઓના રેકોર્ડ બ્રેક રજિસ્ટ્રેશન થઇ ગયા છે. પ્રવાસન વિભાગે 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ કર્યા બાદ એક સપ્તાહમાં રજીસ્ટ્રેશનની સંખ્યા 12.48 લાખ પર પહોંચી ગઈ છે.
કેટલા શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન?
ચારધામ યાત્રાને લઇ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આર્ષે ચારધામ યાત્રા માટે 13 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રવાસન વિભાગના રિપોર્ટ મુજબ કેદારનાથ માટે 4,22,129, બદરીનાથ ધામ માટે 3,56,716, ગંગોત્રી માટે 2,31,983, યમુનોત્રી માટે 2,19,619 અને હેમકુંડ સાહિબ માટે 17,684 શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 10મી મેથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઊમટશે. ચારધામ યાત્રાને લઇ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગારી હાથ ધરવામાં આવી છે.
- કેદારનાથ – 4,22,129 રજીસ્ટ્રેશન
- બદરીનાથધામ – 3,56,716 રજીસ્ટ્રેશન
- ગંગોત્રી – 2,31,983 રજીસ્ટ્રેશન
- યમુનોત્રી – 2,19,619 રજીસ્ટ્રેશન
- હેમકુંડ સાહિબ – 17,684 રજીસ્ટ્રેશન
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશનની સંખ્યા સતત વધી રહી છે. 22 એપ્રિલે નોંધણી 13 લાખને પાર કરી ગઈ હતી. ચારધામ સહિત હેમકુંડ સાહિબની યાત્રા માટે ભક્તો મોટી સંખ્યામાં નોંધણી કરાવી રહ્યા છે. કેદારનાથ ધામ માટે સૌથી વધુ નોંધણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ ચારધામ અને હેમકુંડ સાહિબ માટે પ્રવાસન વિભાગની અધિકૃત વેબસાઈટ તેમજ મોબાઈલ એપ અને વોટ્સએપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. 16 એપ્રિલથી અત્યાર સુધીમાં 13,26,185 નોંધણી થઈ ચૂકી છે. આજે (22 એપ્રિલ) વેબ પોર્ટલ દ્વારા 60529 નોંધણી, મોબાઈલ એપ દ્વારા 11498 અને વોટ્સએપ દ્વારા 6028 નોંધણી કરવામાં આવી છે.
આજે કેદારનાથ ધામ માટે 29549, બદ્રીનાથ ધામ માટે 23189, ગંગોત્રી ધામ માટે 13443 અને યમુનોત્રી ધામ માટે 10097 ભક્તોએ નોંધણી કરાવી છે. જ્યારે હેમકુંડ સાહિબ માટે 1777 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. 22 એપ્રિલે ચારધામ અને હેમકુંડ સાહિબ માટે કુલ 78055 રજીસ્ટ્રેશન થયા છે.
ગત વર્ષે લગભગ ચાર લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
ગત વર્ષે લગભગ ચાર લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, ચારધામ યાત્રા માટે સૌથી વધુ રવિવારે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ 10 મેએ ખુલવાના છે, જ્યારે તેના બે દિવસ બાદ બદરીનાથ ધામના કપાટ 12 મેએ ખોલવામાં આવશે.


