- આર્જવ શાહ પાસેથી AMTS – BRTS નો ચાર્જ લઈ લેવાયો
- DYMC અમૃતેશ ઔરંગાબાદકરને ચાર્જ સોંપાયો
- AMTS – BRTSની ફરિયાદોને લઈને લેવાયો નિર્ણય
AMC DYMC આર્જવ શાહને AMTS – BRTSનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જે હવે તેમની પાસેથી પાછો લઈ લેવામાં આવ્યો છે. જે બાદ હવે નવા આવેલા DYMC અમૃતેશ ઔરંગાબાદકરને AMTS – BRTSનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
AMTS – BRTSનો ચાર્જને લઈને નિર્ણય લેવાયો
આર્જવ શાહ પાસે છેલ્લા ઘણા વર્ષોથી AMTS – BRTSનો ચાર્જ સોંપાયેલો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી AMTSનાં અકસ્માતોની ફરિયાદ ખૂબ વધી રહી હતી. ત્યારે બીજી તરફ BRTSની પણ ત્રણ બસોમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આર્જવ શાહ પાસે હવે લીગલ બજેટ અને પ્લાનિંગ વિભાગ
મહત્વનું કહી શકાય કે, AMTS – BRTSને લઈને જે છેલ્લા ઘણા સમયથી ફરિયાદો સામે આવી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS – BRTSનો ચાર્જ આર્જવ શાહ પાસેથી પાછો લઈ લેતા હવે તેમની પાસે ફક્ત લીગલ બજેટ અને પ્લાનિંગ વિભાગ જ રહ્યા છે.


