સોશિયલ મીડિયામાં Ghibli ફોટોના લીધે સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાસ્પદ બનેલા ChatGPT નું સર્વર ડાઉન થઈ ગયુ છે. ઓનલાઈન Usersની ફરિયાદ કરી રહ્યા છે. ChatGPTમાં લૉગિન થવામાં સમસ્યા થાય છે અને બાકીની સર્વિસ પણ ઠપ થઈ છે. ખાસ તો Ghibli photo બનતા નથી. 84 % users ને અસર થઈ છે.
ઓનલાઈન ChatGPT સર્વિસ બંધ થઈ છે. સેમ આલટમેનના ChatGPTની હાલત અચાનક કેમ ખરાબ થઈ ગઈ છે એવા સવાલ users કરી રહ્યા છે. તમામ સેવાઓ બંધ થઈ ગઈ છે. કેટલાક કલાકોથી આ સમસ્યા ઉભી થઈ છે.
લૉગિન થયેલા યુઝર્સને પણ મુશ્કેલી
Dawndetector ના અહેવાલ મુજબ 84% ઓનલાઈન યુઝર્સ પરેશાનીમાં મુકાયા છે. લૉગિન થયેલા 12 ટકા યુઝર્સને સમસ્યાઓ ઉભી થઈ છે. Ghibli photo જનરેટ થતા નથી તેવી ફરિયાદો પણ ઉભી થઈ છે. સૌથી વધુ આકર્ષણ Ghibli photoનું વિશેષ હોય છે.
નેટવર્ક ધીમું હોવાના પણ મેસેજ
યુઝર્સની ફરિયાદ મુજબ ChatGPTના reply મેસેજમાં એરર આવે છે. નેટવર્ક ધીમું હોવાના મેસેજ આવે છે. નેટવર્ક એરિયામાં નથી તેમ પણ જણાવે છે. ChatGPT બંધ કે સર્વર સ્લો થવાની ચર્ચા યુઝર્સમાં વ્યાપક બની છે.