- સાયબર ક્રાઈમે 3 આરોપીની કરી ધરપકડ
- SMS માં લીંક મોકલી કરતા હતા છેતરપિંડી
- સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી
ક્રેડિટ કાર્ડ હોલ્ડરને કરતાં ટાર્ગેટ
અમદાવાદ સાઈબર ક્રાઈમે ક્રેડિટ કાર્ડ હોલ્ડરેને ટાર્ગેટ કરીને છેતરપિંડી આચરતા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણ યુવકો ક્રેડિટ કાર્ડ હોલ્ડરને એસએમએસ દ્વારા રિવોર્ડ પોઈન્ટ્સ રિડિમ કરવાના મેસેજ મોકલીને છેતરપીંડી કરતા હતા. ત્રણેય યુવકો ખુલ્લા મેદાનમાં બેસીને ક્રેડિટ કાર્ડ હોલ્ડરને એસએમએસથી લિંક મોકલતા હતા.
લિંકના માધ્યમથી કરતાં ચોરી
આરોપી યુવકો આ ક્રેડિટ કાર્ડ હોલ્ડરોની વિગતો ક્યાંથી લાવતા હતા અને કોની પાસેથી વિગોત મેળવાત હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આરોપી યુવકો ક્રેડિટ કાર્ડ હોલ્ડરને રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવાના મેસેજ કરતાં હતા અને ત્યાર બાદ ફોનમાં લિંક મોકલતા હતા જે લિંક ઓપન કરતાં એપ્લિકેશનના માધ્યમથી કાર્ડ હોલ્ડરની બધી જ વિગતો મેળવી લેતા હતા અને ત્યાર બાદ તેમના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતા હતા.
સાઈબર ક્રાઈમે તાપસ આદરી
અમદાવાદ પોલીસે ક્રેડિટ કાર્ડ હોલ્ડરને પોઈન્ટ રિવોર્ડ કરવાના ફોન કોલ્સને લઈને કરવામાં આવતાં સાઈબર ફ્રોડના ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. તે જોતાં એમ લાગે છે કે, આ સાઈબર ક્રાઈમના આરોપીઓ પાસેથી હજી વધુ માહિતી સામે આવશે અને આ ત્રણેય યુવકો કોની પાસેથી મોબાઈલ નંબર, કાર્ડ નંબર અને બેન્ક ડિટેઈલ્સ લાવતા હતા. વધુ તપાસ બાદ જ સાઈબર ક્રાઈમ તેમના નેટવર્કને પકડી શકશે.
જામતારા ફિલ્મ જેવો કિસ્સો
અમદાવાદ સાઈબ્રર ક્રાઈમે જામતારા ફિલ્મ જેવા કિસ્સાને પકડી પાડ્યો છે. જામતારા એ ઝારખંડમાં આવેલું એક ગામ છે. જ્યાં દરેક ઘરમાંથી એક છોકરો-છોકરી આ ક્રેડિટ કાર્ડ ફોર્ડ કરવામાં એક્સપર્ટ હોય છે. આ ફિલ્મમાં યુવક-યુવતીઓ બેન્ક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ હોલ્ડરની વિગતો મેળવી લેતા હતા અને ત્યાર બાદ તેમને ફોન કરીને કહેતાં હતા કે, તમારા કાર્ડની અવધિ પૂરી થઈ ગઈ છે, તમારા કાર્ડના રિવોર્ડ પોઈન્ટ પૂરા થવા આવ્યા છે સમય જતા રિવોર્ડ પોઈન્ટ રિડિમ કરાવી લો નહીં તો તમારું કાર્ડ બ્લોક થઈ જશે. બેન્ક ઓફર્સ કે બેન્ક દ્વારા તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે જેવા ફોન કોલ્સ કરીને સાઈબર ક્રાઈમ કરતાં હોય છે.
જો તમને કોલ આવે તો સાવચેત રહો
જો તમને તમારું ક્રેડિટ કાર્ડ બંધ કરવા, ક્રેડિટ કાર્ડ લિમિટમાં વધારો અથવા Paytm પર KYC કરાવવાનો કોલ આવે છે, તો સાવચેત રહો. લાલચમાં ન પડો અને તમારું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નંબર, CVV નંબર, OTP નંબર આપશો નહીં. તેમ છતાં, જો તમે ભૂલથી આપી દો અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય, તો તરત જ સાયબર ક્રાઈમ પોલીસને 1930 પર ફોન કરીને ફરિયાદ કરો.


