- સુરતમાં ઓનલાઈન મોબાઈલ વેચવાના નામે ઠગાઈ
- મોબાઈલના બદલે પરફ્યુમ મોકલી પડાવ્યા રૂપિયા
- રૂ.3000થી4000માં મોબાઈલ આપવાની આપતા હતા લાલચ
ઓનલાઈન મોબાઈલ ખરીદતા પહેલા ચેતી જજો. જેમાં સુરતમાં ઓનલાઈન મોબાઈલ વેચવાના નામે ઠગાઈ થઇ રહી છે. મોબાઈલના બદલે પરફ્યુમ મોકલી રૂપિયા પડાવ્યા છે. રૂપિયા 3000થી 4000માં મોબાઈલ આપવાની લાલચ આપતા હતા.
ક્રાઇમ બ્રાન્ચે અફઝલ ખાંડા નામના શખ્સની અટકાયત કરી
ક્રાઇમ બ્રાન્ચે અફઝલ ખાંડા નામના શખ્સની અટકાયત કરી છે. જેમાં કોમ્પ્યુટર અને 70થી વધુ પર્ફ્યુમના કાર્ટૂન કબજે કરવામાં આવ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઓનલાઇન મોબાઈલ ખરીદી કરતા પહેલા એક વાત ચેતી જજો. ઓનલાઇન મોબાઈલ વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી. લોકો ઓનલાઇન મોબાઈલ મંગાવતા અને તેના બદલમાં પાર્સલમાં પરફ્યુમ મોકલી રૂપિયા પડાવતો હતો.
રૂપિયા 3000 થી 4000માં મોબાઈલ આપવાની સ્કીમો આપવામાં આવતી
રૂપિયા 3000 થી 4000માં મોબાઈલ આપવાની સ્કીમો આપવામાં આવતી હતી. તેમાં હવે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાંદેરમાંથી અફઝલ ખાંડા નામના ઈસમની અટકાયત કરી છે. તેની પાસેથી કોમ્પ્યુટર અને 70થી વધુ કાર્ટૂન પરફ્યુમ ભરેલા મળી આવ્યા છે. ઓનલાઇન લોભામણી સ્કીમો સસ્તામાં મોબાઈલ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતો હતો. પોલીસેની તપાસમાં અનેક ગુના ઉકેલાઈ શકે છે. તેમજ ગુજરાત બહારના લોકો વધુ ટાર્ગેટ કરવામાં આવતા હતા જેમાં પોલીસ કેસ થવાની સંભાવના ઓછી રહેતી હતી.


