- માંજલપુરની કેનેરા બેંકના નકલી લોન મેનેજર સામે ફરિયાદ
- બેંકમાં આવતા લોકો સાથે ઘરોબો કેળવતો વિશાલ ગજ્જર
- પોતાનો લોનનો ટાર્ગેટ પૂરો કરવા લોકોને વિશ્વાસમાં લીધા
વડોદરામાં ગોલ્ડ લોનના નામે લોકો સાથે છેતરપિંડી થઇ છે. જેમાં માંજલપુરની કેનેરા બેંકના નકલી લોન મેનેજર સામે ફરિયાદ થઇ છે. તેમાં બેંકમાં આવતા લોકો સાથે ઘરોબો કેળવતો વિશાલ ગજ્જર પોતાના લોનનો ટાર્ગેટ પૂરો કરવા લોકોને વિશ્વાસમાં લીધા હતા.
લોકો પાસે સોનુ લઇ લોન કરાવી પોતે જ લોન ભરપાઈ કરવાનું કહેતો
લોકો પાસે સોનુ લઇ લોન કરાવી પોતે જ લોન ભરપાઈ કરવાનું કહેતો હતો. જેમાં થોડા સમયમાં ગોલ્ડ પરત આપવાની બાંહેધરી આપતો હતો. તેમજ લોકો પાસેથી સોનું લઈ નકલી મેનેજર ફરાર થયો છે. જેમાં શહેરમાં નકલી ગોલ્ડ લૉન મેનેજરની કરતૂત સામે આવતા 10થી વધુ લોકો સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ આવી છે. માંજલપુરની કેનેરા બેંકના નકલી લોન મેનેજર સામે ફરિયાદ દાખલ થઇ છે.
માંજલપુર પોલીસે વિશાલ ગજ્જરની શોધખોળ આદરી
માંજલપુર પોલીસે વિશાલ ગજ્જરની શોધખોળ આદરી છે. જેમાં બેંકમાં આવતા લોકો સાથે વિશાલ ગજ્જર ઘરોબો કેળવતો હતો. તથા પોતાનો લોનનો ટાર્ગેટ પૂરો કરવા લોકોને વિશ્વાસમાં લઇ લોકો પાસે સોનું લઇ લોન કરાવી પોતે જ લોન ભરપાઈ કરવાનું કહેતો હતો. તેમજ થોડા સમયમાં ગોલ્ડ પરત આપવાની બાંહેધરી આપતો હતો. બાદમાં ગોલ્ડ લઇ રફુચક્કર થઈ જતા મામલો સામે આવ્યો છે. તેથી પોલીસે વધુ માહિતી મેળવી તપાસ કરી છે.


