- સોમપુરા પરિવારે મંદિરની ડિઝાઇનનું આયોજન કર્યું હતું
- રામ મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ
- રામ મંદિરની પહોળાઈ 250 ફૂટ, ઊંચાઈ 161 ફૂટ
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ માટે આખા દેશમાં એક ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ સમારોહની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી 24 જાન્યુઆરીથી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
ભગવાન શ્રી રામ મંદિરની ઝલક
ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પહેલી ઝલક સામે આવી રહી છે. ભવ્ય રામ મંદિરને જોઈને તમે પ્રફુલ્લિત થઈ જશો. શ્રી રામ જન્મભૂમિ મંદિરનું બાંધકામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અયોધ્યામાં રામ મંદિરને પરંપરાગત નગર સ્થાપત્ય શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે હિન્દુ મંદિર સ્થાપત્યની બે મુખ્ય શૈલીઓમાંની એક છે. મંદિરો ચોરસ અથવા લંબચોરસ સમતલ પર પથ્થર અથવા ઇંટથી બનાવવામાં આવે છે, જેમાં શિખર કેન્દ્રમાં સ્થિત હોય છે. આ સ્થાપત્ય શૈલીમાં મંદિર મુખ મંડપ નામના નાના મિનારાઓથી ઘેરાયેલું છે.
ટાટા અને લાર્સન એન્ડ ટુર્બ્રોએ રામમંદિરની યોજના બનાવી
અયોધ્યામાં બની રહેલા રામ મંદિર ફક્ત પૂજા સ્થળ માટે જ નહીં પણ પ્રાચીન આસ્થા અને આધુનિક વિજ્ઞાનનું જીવંત ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે. રામ મંદિરમાં રામલલાની 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મંદિર આધુનિક એન્જીનિયરીંગનો ચમત્કાર છે. જેને ન ફક્ત સૌથી શક્તિશાળી ભૂકંપ અને સૌથી તેજ પુરનો કરવા માટે ડિઝાઈન કર્યું પણ હજારો વર્ષો સુધી ટકી રહે તેના માટે બનાવ્યું છે. ટાટા કંસલ્ટિંગ એન્જીનિયર્સ લિમિટેડ સાથે લાર્સન એન્ડ ટુર્બ્રોએ રામ મંદિરની યોજના ખૂબ જ સાવધાનીપૂર્વક બનાવી છે અને તેમાં કેટલીય નવી નિર્માણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ
-મંદિર પરંપરાગત નાગર શૈલીમાં છે.
-મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.
-મંદિર ત્રણ માળનું છે, જેમાં દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે.
રામ મંદિરનો બિલ્ટઅપ એરિયા આ પ્રમાણે છે
કુલ વિસ્તાર – 2.7 એકર
કુલ બિલ્ટ-અપ વિસ્તાર – 57,400 Sq.
મંદિરની કુલ લંબાઈ – 360 ફૂટ
મંદિરની કુલ પહોળાઈ – 235 ફૂટ
મંદિરની કુલ ઊંચાઈ (શિખર સહિત)- 161 ફૂટ
કુલ ફ્લોર -3
દરેક ફ્લોરની ઊંચાઈ – 20 ફૂટ
ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્તંભોની સંખ્યા – 160
પ્રથમ માળે સ્તંભોની સંખ્યા – 132
બીજા માળે સ્તંભોની સંખ્યા – 72
મંદિરમાં દરવાજાની સંખ્યા – 12
અયોધ્યામાં રામ મંદિરના વિવિધ ઝોન
ભગવાન રામ જન્મસ્થળનો પવિત્ર વિસ્તાર 70 એકર સુધી ફેલાયેલો છે. તેમાં પૌરાણિક મહત્વનાં વિવિધ અંશોનો સમાવેશ થાય છે. મુખ્ય મંદિરમાં નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન પેવેલિયન તરીકે ઓળખાતા 5 મંડપનો સમાવેશ થાય છે. આ સિવાય, પવિત્ર પરિસરને આમાં વિભાજિત કરવામાં આવ્યું છે:
અયોધ્યામાં રામ મંદિરની રસપ્રદ વિશેષતાઓ
આ ત્રણ માળનું માળખું હશે, જેમાં દરેક ફ્લોરની ઊંચાઈ 20 ફૂટ હશે. આ મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ હશે, અને પ્રથમ માળે શ્રી રામ દરબાર જોવા મળશે. સિંહદ્વારથી 32 સીડી ચઢીને પૂર્વ દિશામાંથી મંદિરમાં પ્રવેશ થશે.


