ચાણસ્માના વતની પટેલ જશવંતભાઈ મુળચંદભાઈ રહે.ખાડીયાચોક ચાણસ્માવાળા પાસેથી વાઘરી સોનલબેન ભરતભાઈ અને તેમના પતિ ચાણસ્મા મુકામે જુના ઈમારતી લાકડાં ની લે-વેચનો ધંધો કરતા હોવાથી,ધંધાકીય જરૂરીયાત સારૂ રૂા. ૨,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા) એક માસમાં પરત આપવાના વાયદે હાથ ઉછીના લઈ ગયેલા. જેથી વાયદો પૂરો થતાં ફરીયાદીએ વાઘરી સોનલબેન ભરતભાઈ પાસે હાથ ઉછીની ધંધાકીય જરૂરિયાત માટે આપેલી કાયદેસર ની લેણી નીકળતી રકમ રૂપિયા 2,50,000/- ઉઘરાણી કરતાં,આરોપી વાઘરી સોનલબેન ભરતભાઈ એ ફરિયાદીને લેણા પેટે દેના બેંક ચાણસ્મા શાખા નો રૂપિયા 2,50,000/- નો ચેક લખી આપી જણાવેલું કે, ચેક બેન્કમાં ભરશો તો લેણી રકમ મળી જશે, તેથી ફરિયાદી જશવંતભાઈએ ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંક લી. ચાણસ્મા શાખામાં ચેક ક્લિયરિંગ માટે રજુ કરતાં, ચેક આરોપીના ખાતામાં પુરતું ભંડોળ નહિ હોવાથી ચેક વણચૂકવે પરત થયેલો હોવાથી ફરિયાદીએ આરોપીને સ્ટેચ્યુટરી લીગલ નોટીસ આપી, ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ ફરીયાદ ચાણસ્મા કોર્ટમાં દાખલ કરેલી , જે ફરીયાદ ચાણસ્મા કોર્ટમાં ચાલી જતાં, ફરીયાદીના વકીલ જે.વી.ચૌધરીએ જજમેંન્ટો રજુ કરી, લેખીત અને મૌખિક દલીલો કરતાં, ચાણસ્માના જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ યુ.જી.પઠાણ સાહેબશ્રીએ આરોપી વાઘરી સોનલબેન ભરતભાઈ રહે. રોયલ હોટલ સામે, ઇન્દિરા નગર,ચાણસ્મા વાળાને દોષિત ઠરાવી એક વર્ષની સજા ફટકારી છે તથા આરોપીએ ચેકની રકમ રૂા.ર,૫૦,૦૦૦/- માંથી આરોપીએ રૂા.૫૫,૦૦૦/- ચુકવી આપેલ હોય તો બાકી રહેલ ચેકની રકમ રૂા.૧,૯૫,૦૦૦/- તથા ૧૦ % વધારાનું વળતર રૂા.૧૯,૫૦૦/- મળી કુલ રૂપિયા ૨,૧૪,૫૦૦/- (અંકે રૂપિયા બે લાખ ચૌદ હજાર પાંચસો પુરા) ફરીયાદીને જજમેન્ટ તારીખથી ચૂકવવાનો આદેશ કરેલ છે અને જો તેમ કરવામાં આરોપી કસૂર કરશે તો વધું છ મહિનાની સજાનો હુકમ કરેલ છે.


