- IPL 2024 માટે હરાજીની પ્રક્રિયા 19 ડિસેમ્બરે પૂર્ણ
- આ હરાજીમાં CSKએ કેટલાક મોટા નામો પર બોલી લગાવી
- CSKએ ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્રને ટીમમાં સામેલ કર્યા
IPL 2024 માટે હરાજીની પ્રક્રિયા 19 ડિસેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે. હરાજી દરમિયાન તમામ ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લેતી જોવા મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પણ આમાં પાછળ રહી નથી. ફ્રેન્ચાઇઝીઓએ હરાજીમાં કેટલાક મોટા નામો પર બોલી લગાવી હતી. જેમાં ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલ અને રચિન રવિન્દ્રનું નામ પણ સામેલ છે. હરાજી પછી, ચાલો વાત કરીએ કે IPL 2024 માટે CSKની સૌથી પરફેક્ટ પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે, તો તે નીચે મુજબ છે-
ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડી
CSK માટે, ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડી છેલ્લી કેટલીક સીઝનથી સારું પ્રદર્શન કરી રહી છે. આવી સ્થિતિમાં આ ઓપનિંગ જોડી સાથે છેડછાડ કરવી યોગ્ય નથી લાગતી. તાજેતરના સમયમાં ગાયકવાડે પણ ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું. આ બંને બેટ્સમેન મેદાનમાં રહીને મોટી ઇનિંગ્સ રમવામાં માહિર છે.
મડિલ ઓર્ડર
CSK પાસે મિડલ ઓર્ડર માટે ઘણા બેટ્સમેન હોવા છતાં, પ્લેઈંગ ઈલેવનમાં અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન ધોનીને સામેલ કરવાનો નિર્ણય ટીમ માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. રહાણેએ ગત સિઝનમાં પોતાની આક્રમકતાથી બધાને ચોંકાવી દીધા હતા. મિચેલે તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.
ઓલરાઉન્ડર ભૂમિકામાં આ ખેલાડી જોવા મળશે
ઓલરાઉન્ડરની ભૂમિકામાં રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર શ્રેષ્ઠ લાગે છે. આ બંને ખેલાડીઓ ભારતીય ટીમ વતી પણ ભાગ લે છે. સારી બોલિંગની સાથે જાડેજા અને ઠાકુર નીચલા ક્રમમાં બેટિંગ કરવામાં પણ માહિર છે.
આ બોલરોને તક મળશે
ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની નિપુંણતા જોતા ટીમમાં બે ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવાનો વિચાર યોગ્ય લાગે છે. આમાં દીપક ચહર અને મથિશા પથિરાનાનું નામ સામેલ છે. બંને બોલર નવા અને જૂના બંને બોલમાં સારું પ્રદર્શન કરવામાં માહિર છે. મહેશ તિક્ષ્ણાનો મુખ્ય સ્પિનર તરીકે સમાવેશ કરી શકાય છે.
CSK IPL 2024 માટે પ્લેઈંગ ઈલેવન
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મથિશા પથિરાના અને મહેશ તિક્ષ્ણા.


