- ચેતન સાકરીયાને બોલિંગ કરવાની છુટ
- ચેતન સાકરિયાએ ભારત માટે એક ODI અને બે T20 મેચ રમી
- બોલિંગ એક્શન અંગે ફરિયાદ ક્યારે થઈ તેની કોઈને જાણ નથી
આગામી 19 ડિસેમ્બરે IPL 2024 માટે મિની ઓક્શન યોજાવા જઇ રહ્યું છે. આ પહેલા BCCIએ ચેતન સાકરિયાનું ટેન્શન વધાર્યું છે. ક્રિકેટ બોર્ડે સાકરીયાનું નામ શંકાસ્પદ બોલિંગ એક્શન ધરાવતા બોલરોની યાદીમાં સામેલ કર્યું છે. જો કે તેના પર બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. BCCIએ આ અંગે સાકરિયાની IPL ફ્રેન્ચાઈઝીને જાણ કરી છે. BCCIએ શંકાસ્પદ બોલરોની યાદીમાં કુલ 7 બોલરોનો સમાવેશ કર્યો છે.
ભારત માટે રમી ચુક્યો છે સાકરીયા
ચેતન સાકરિયાએ ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લીધો છે. તેણે એક ODI અને બે T20 મેચ રમી છે. તેણે IPLમાં કુલ 19 મેચ રમી છે. જોકે, તેની બોલિંગ એક્શન અંગે ફરિયાદ ક્યારે થઈ તે અંગે કોઈને જાણ થઈ ન હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અજાણ
એક અહેવાલ મુજબ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ ચેતન સાકરિયાને શંકાસ્પદ બોલરોની યાદીમાં સામેલ કરવાની માહિતી અંગે કંઈ જાણકારી નથી. આ અધિકારીએ આ બાબતે સદંતર અવગણના કરી છે. સાકરિયા IPLની છેલ્લી સિઝન પણ રમ્યો નથી. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ રમ્યો નથી. તે સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે ટ્રોફીમાં પણ રમી શક્યો નહોતો. IPLની હરાજીમાં ચેતન સાકરિયાનો સમાવેશ કરાયો છે. તે 27માં નંબર પર નોંધાયેલ છે. ચેતન સાકરિયાની મૂળ કિંમત 50 લાખ રૂપિયા છે.
યોદીમાં આ ખેલાડીઓ પણ શામેલ
સ્થાનિક ક્રિકેટમાંથી તનુષ કોટિયનનું નામ પણ શંકાસ્પદ બોલિંગ એક્શનની યાદીમાં છે. કેરળના રોહન કુન્નુમલનું નામ પણ આ યાદીમાં છે. ગુજરાતના ચિરાગ ગાંધી અને કેરળના સલમાન નઝીરના નામ પણ સામેલ છે. વિદર્ભના સૌરભ દુબે, હિમાચલના અર્પિત ગુલેરિયા પણ છે.
IPL હરાજી પહેલા આ સમાચાર નુકશાનકારક
સાકરિયાની શંકાસ્પદ બોલિંગ એક્શન IPLની હરાજી પહેલા સારા સમાચાર નથી. IPLની હરાજી પ્રક્રિયા 19 ડિસેમ્બરે થશે. ચેતન સાકરિયાને બોલિંગ કરતા રોકવામાં આવ્યા નથી પરંતુ શંકાસ્પદ બોલિંગ એક્શનના સમાચારથી ખોટો સંદેશ જશે. આ વખતે IPLની હરાજી દુબઈમાં થશે. જેમાં 333 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.


