- આવતીકાલે ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
- ઇશાન કિશનના ઘરે છઠ પૂજા દરમિયાન કરાશે પ્રાર્થના
- ક્રિકેટર ઇશાન કિશનના પિતાએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે જેને લઈને છેલ્લા બે દિવસથી ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ઇશાન કિશનને લઈને પણ ચર્ચાઓ છે. આવતીકાલે જ્યાં એકતરફ આવતીકાલે ફાઇનલ મેચ છે તો બીજી બાજુ ઇશાન કિશનના ઘરે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમે તમામ ટીમોને હરાવીને વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે અને હવે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર કરવા માટે તૈયાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ઈશાન કિશનના ઘરેથી આ ખાસ તસવીરો સામે આવી રહી છે. જેમાં ઇશાન કિશનની માતા ભગવાનની ભક્તિમાં વ્યસ્ત જોવા મળે છે. ઈશાન કિશનની માતાએ છઠ્ઠી મૈયાનું વ્રત રાખ્યું છે અને દેખીતી રીતે જ તે પોતાના પુત્રની જીત અને તેના દેશની જીત માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે. આ પ્રસંગે ઈશાન કિશનના પિતાએ પ્રતિક્રિયા આપી છે.


