- છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન
- 20 વિધાનસભા બેઠકોમાં મતદાન
- નક્સલી વિસ્તારમાં 23 વર્ષ બાદ મતદાન
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કડક સુરક્ષા વચ્ચે નક્સલ પ્રભાવિત બસ્તરમાં સવારથી જ બૂથ પર લાંબી કતારો છે. સુકમામાં નક્સલવાદીઓએ ચોક્કસપણે સવારે IED બ્લાસ્ટ કરીને ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં મતદાન સારી રીતે થઇ રહ્યુ છે. સુકમાના કારીગુંડમ વિસ્તારમાં 23 વર્ષ બાદ મતદાન થઈ રહ્યું છે.
કડક સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન
મહત્વનું છે કે નક્સલ પ્રભાવિ વિસ્તારમાં કડક સુરક્ષા સાથે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 10 બેઠકો પર સવારે 7 વાગ્યે અને અન્ય 10 બેઠકો પર સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું. સવારે 9 વાગ્યા સુધી 9.33 ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 40,78,681 મતદારો 25 મહિલાઓ સહિત 223 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરી રહ્યા છે. જેમાં 19,93,937 પુરૂષ અને 20,84,675 મહિલા મતદારો છે. 69 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે. હાલ નક્સલ પ્રભાવિ વિસ્તારમાં CRPF 150 બટાલિયન અને જિલ્લા દળની સુરક્ષા હેઠળ અહીં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.
રતન દુબેના પરિવારે કર્યું મતદાન
લોકોમાં મતદાનને લઇને સારો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ લાઇનો લાગી ગઇ હતી. . ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી કેદાર કશ્યપે રાજ્યની નારાયણપુર સીટ જ્યારે કોંડાગાંવથી કોંગ્રેસના ઉમેદવાર અને મંત્રી મોહન માર્કમે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નારાયણપુર વિસ્તારમાં ભાજપના નેતા રતન દુબેના પરિવારજનોએ પણ મતદાનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન 4 નવેમ્બરે દુબેની નક્સલવાદીઓએ હત્યા કરી હતી. દુબેના પિતાએ કહ્યું કે તેમના પુત્રએ પાર્ટી માટે બલિદાન આપ્યું છે. રતન દુબેની પત્ની અને પુત્રી પણ મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા.