છોટાઉદેપુર તાલુકામાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જઈ SIRની કામગીરી થઈ રહી છે. મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા છેવાડાના મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી.
SIR 2026ના વિશિષ્ટ સંશોધન ઝુંબેશ અંતર્ગત 137 છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ વિવિધ મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારના છેવાડાના મતદાન મથકોની મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર દ્વારા મુલાકાત લેવાઇ રહી છે. આ મતદાન મથકોના બીએલઓની કામગીરી થતા વેરિફ્કિેશન સંબંધિત દસ્તાવેજોનું અવલોકન કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું. ઉલ્લેખનીય છે કે મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર દ્વારા મથકવાર હાજર રહી બીએલઓની કામગીરી મતદાર યાદીના વેરિફ્કિેશન સંબંધિત દસ્તાવેજો તેમ જ મેદાની પ્રગતિનું અવલોકન કરાયું હતું. કાર્ય પ્રવાહ વધુ ઝડપી, સચોટ અને ગુણવત્તા પૂર્ણ બને તે માટે જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું. છોટાઉદેપુર તાલુકાના અનેક વિસ્તારોમાં ગ્રામજનોને પણ લોકશાહી પ્રક્રિયાની સુનિશ્ચિત તો માટે બીએલઓને સંપુર્ણ સહકાર આપવા વિનંતી કરાઇ હતી. છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા સંકલિત પ્રયાસો સાથે SIR 2026 ઝુંબેશને સફ્ળ બનાવવામાં દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવામાં આવી રહી છે.


