આજકાલ પ્લાસ્ટીકનો વપરાશ વધ્યો છે. બાળકોને સારો ખોરાક મળી રહે માટે માતાપિતા સારું ટિફિન બોક્સ લાવી આપે છે. બજારમાં પ્લાસ્ટિકના લંચ બોક્સ રંગબેરંગી હોવાથી બાળકોને વધુ આકર્ષે છે. જો કે આ સુંદર દેખાતા પ્લાસ્ટીકના લંચ બોક્સ આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે. કારણ કે લંચબોક્સ હોય કે પછી બોટલ આ તમામ પ્લાસ્ટિકમાં સૌથી ઘાતક bpa bisphenol a ટોક્સિન મળે છે.
પ્લાસ્ટીકનો વપરાશ બાળકો માટે હાનિકારક
કેટલાક અભ્યાસો દર્શાવે છે કે BPA અને અન્ય રસાયણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે. દરરોજ બાળકો જો પ્લાસ્ટીકના લંચબોકસમાં ખોરાક ખાતા હોય તો તેમને પેટ સંબંધિત ફરિયાદ વધશે. ખાસ કરીને ગરમ ખોરાક ખાય ત્યારે તેમાંથી નીકળતા ઝેરી રસાયણોની તેમના પાચનતંત્ર પર અસર થાય છે. અને એટલે તેમને ગેસ, અપચો અને પેટમાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. પ્લાસ્ટિકમાંથી નીકળતા ઝેરી તત્વો બાળકોની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અને તેઓ વારંવાર બીમાર પડવા લાગે છે.
કેમ પ્લાસ્ટીકના ઉપયોગ ના કરવો જોઈએ
પાણીની બોટલ, લંચબોક્સથી લઈને ફૂડ પેકેજિંગ મટિરિયલમાં પ્લાસ્ટીકનો ઉપયોગ થવા લાગ્યો છે. રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતું આ પ્લાસ્ટીક અનેક ગંભીર બીમારીનું કારણ બને છે. એવું કહેવાય છે કે કચરામાં ફેંકાતા પ્લાસ્ટિકને જયારે બાળવામાં આવે ત્યારે તેમાં ઝેરી વાયુ પેદા થાય છે. 1 કિલો પ્લાસ્ટિકનો કચરો બળે છે ત્યારે ત્રણ કિલો કાર્બન વાયુ નીકળે છે અને વાયુ હવામાં ફેલાતા લોકોના આરોગ્ય માટે મોટું જોખમ ઉભું કરે છે.
આ બાબતનું રાખો ધ્યાન
તમે બાળકોને પ્લાસ્ટીકના લંચબોક્સના બદલે સ્ટીલ અથવા સારી કંપનીના કાચનું લંચ બોક્સ આપો. અને પ્લાસ્ટિકનો લંચ બોક્સની ખરીદી કરવી જ હોય તો ફક્ત BPA ફ્રી અને ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરો. અને યાદ રાખો કે બાળકોને આપતા આ લંચ બોક્સમાં તમે કયારે પણ ગરમ ખોરાક ના આપશો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.