Children Drink Tea : ભારતમાં મોટાભાગના ઘરમાં સવારની શરૂઆત ચા સાથે થાય છે. ગરમા ગરમ ચાનું સેવન કર્યા બાદ ઉર્જાનો અનુભવ કરે છે. ચા એક સામાન્ય પીણું બની ગઈ છે એટલે મોટાઓની સાથે બાળકો પણ ચાની આદત પડે છે. પરંતુ કેટલાક લોકો બાળકોને ચા પીવાની ના પાડે છે અને દૂધ પીવાનો જ આગ્રહ કરે છે. કેમ માતાપિતા બાળકોને સવાર ચા માટે ના પાડે છે. શું ચાનું સેવન બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આરોગ્ય નિષ્ણાતે બાળકોના ચાના સેવનને લઈને મહત્વની બાબત જણાવી.
બાળકોમાં ચાના સેવન માટે ડોક્ટરનું સૂચન
બાળકો પણ ઉર્જાવાન રહેવા સવારે ચાની માગ કરતા હોય તો આરોગ્ય નિષ્ણાત દેસાઈ સાહેબ સૂચન કર્યું કે તેમની ઉમંર મુજબ મર્યાદિત પ્રમાણમાં ચા આપી શકાય. આરોગ્ય નિષ્ણાતના સૂચન મુજબ સામાન્ય રીતે 5 વર્ષની ઉંમર સુધી બાળકોને ચા ના આપવી. જ્યારે બાળકો અભ્યાસ કરતા હોય અને બહાર શારરિકી પ્રવૃત્તિ કરતા હોય તો જરૂરિયાત મુજબ દિવસ દરમ્યાન એકાદ કપ ઓછા દૂધવાળી ચા આપી શકાય. તુલસી, આદુ અને એલચીવાળા ચાનું સેવન તેમના સ્વાસ્થ્યમાં મદદરૂપ બનશે. ખાસ કરીને વરસાદી વાતાવરણ અને શિયાળાની કડકડતી ઠંડીમાં ચા શરીરને ગરમ રાખે છે માટે નિશ્ચિત માત્રામાં તે બાળકોને આપવી જોઈએ.
બાળકોમાં ચાના સેવનના આ ગેરફાયદા
ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોવાથી તે બાળકોના મગજ અને ઊંઘની સાયકલને બગાડી શકે છે. એક વખત ચાનો ચસ્કો લાગ્યા બાદ બાળકો વારંવાર તેનું સેવન કરવા લાગે તો તેમનું શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે. ડિહાઇડ્રેશનથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. આ ઉપરાંત ચાના સેવનથી દાંત પર અસર થઈ શકે છે તેમજ નાની વયમાં પેટમાં એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. ચા-માંથી બાળકને કોઈ પોષક તત્વો નહીં મળે એટલે તેમનું પેટ ભરાય તેવા દાલિયા, સૂપ જેવો પૌષ્ટિક નાસ્તો ખવડાવવો. છતાં પણ જો બાળકોને ચા પીવી જ હોય તો દિવસમાં એકથી વધુ વખત ના આપો.