કેપ્ટન શુભાશું શુકલા આંતરરાષ્ટ્રી અવકાશ મિશન પર છે. લાંબા સમય બાદ કોઈ ભારતીય નાસાના મિશનમાં સામેલ થયા છે. શુભાશું શુકલાની આ સિદ્ધિ જોઈ કદાચ અનેક બાળકોને વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા મળી હશે. આજના સમયમાં બાળકોમાં બૌદ્ધિક ક્ષમતા અપાર છે. અને એટલે જ તેઓ એકસાથે અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરંતુ કેટલાક બાળકો એવા છે જેઓએ અભ્યાસમાં સારા દેખાવા માટે વધુ મહેનત કરવી પડે છે. એવું કહેવાય છે કે બાળકોને નાનપણથી બદામ ખવડાવવામાં આવે તો તેઓ તેજસ્વી બને છે.
સ્પર્ધાત્મક યુગમાં બાળકો માટે યોગ બનશે લાભકારક
આ માન્યતા મહદઅંશે યોગ્ય હોઈ શકે. પરંતુ આજના મોબાઈલ અને લેપટોપ જેવા ટેકનોલોજી જેવા યુગમાં બાળકોમાં અભ્યાસની સાથે વિવિધ પ્રવૃત્તિઓને લઈને સ્પર્ધા વધી છે. અને એટલે જ કયારકે પરીક્ષામાં નાપાસ થતા બાળકો ખોટું પગલું ભરે છે. બાળકોમાં પણ વયસ્કની જેમ માનસિક તણાવ વધ્યો છે. એટલે હવેની AI આધારિત ટેકનોલોજીના ભવિષ્ય માટે બાળકને તૈયાર કરવા હોય તો કેટલીક આદતો નાનપણથી જ પાડવી પડશે. આજે શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ જોવા મળતા બાળકો માટે યોગ મહત્વપૂર્ણ છે.
આ રીતે કરાવો બાળકોમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ
બાળકોને અનુલોમ-વિલોમ કરાવવું સરળ છે, ફક્ત યોગ્ય પદ્ધતિ અપનાવવી મહત્વપૂર્ણ છે. સૌ પ્રથમ, તેમને શાંત અને સ્વચ્છ જગ્યાએ પગે પગે બેસાડો. હવે જમણા હાથના અંગૂઠાથી જમણા નસકોરાને બંધ કરો અને ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ લો. પછી ડાબા નસકોરાને અનામિકા આંગળીથી બંધ કરો અને જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢો.
આ જ પ્રક્રિયાને ઉલટા ક્રમમાં પુનરાવર્તન કરો. શરૂઆતમાં, ફક્ત 2-3 મિનિટ માટે કરો અને ધીમે ધીમે સમય વધારો. યોગને રમતની જેમ શીખવો, જેથી બાળકો કંટાળો ન આવે અને આનંદ માણતા શીખે. નિયમિત અભ્યાસ તેમને માનસિક શાંતિ અને એકાગ્રતામાં મદદ કરશે.
બાળકોને આ ઉમંરે કરાવો યોગ
નિષ્ણાતોના મતે, બાળકોને તમે 5 વર્ષની ઉંમરથી તેમને અુનુરૂપ હળવા પ્રાણાયામ કરાવવાની શરૂઆત કરો. શરૂઆતના તબક્કામાં, તેમને રમતિયાળ રીતે યોગનો પરિચય કરાવવો જોઈએ જેથી તેમને આ યોગ કરવામાં આનંદ આવે. કયારેયપણ બાળકોને બળજબરીથી યોગ ના કરાવશો. તેમને ધીમે ધીમે આ યોગ કરવાની આદત પાડો. બાળકોને તાલીમ પામેલા વ્યક્તિ પાસેથી જ યોગ શીખવો જેથી કોઈ નુકસાન ન થાય.
યોગ કરવાથી બાળોકમાં થશે વિકાસ
બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટે યોગ કરવાથી વધુ લાભ થશે. આજની ફાસ્ટ લાઈફ અને ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન અભ્યાસમાં અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ બાળકો માટે રામબાણ સાબિત થઈ શકે છે. બાળકોનો વિકાસ કરવા માટે તમે તેમની દિનચર્યામાં વૃક્ષાસન, પદમાસન, સૂર્ય નમસ્કાર, વજ્રાસન અને ધ્યાન જેવા યોગ કરાવી શકો છો. અભ્યાસની વ્યસ્તતાના લીધે જો આ આસન ના કરી શકો ફ્કત અનુલોમ-વિલોમ કરશે તો પણ મોટો લાભ થશે.