જાપાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નવજાત બાળકોના અતરંગી નામ મુકવામાં આવી રહ્યા છે. આ સિલસિલો સતત જોવા મળી રહ્યો છે. હવે જાપાન સરકારે આ સિલસિલા પર બ્રેક લગાવ્યો છે. અને નવા નિયમો લાગૂ કર્યા છે. હવે નવા કાયદા હેઠળ નવજાત બાળકોના નામની સાથે તેનું સ્પષ્ટ ઉચ્ચારણ પણ આપવું પડશે. અને જો ઉચ્ચારણ નામ સાથે મેળ ન ખાય તો તેને રિજેક્ટ કરવામાં આવશે.
સમજી-વિચારેને મુકો બાળકોના નામ
જાપાન સરકારે બાળકોના અતરંગી નામ મુકવા પર બ્રેક લગાવ્યો છે. જાપાનમાં ઘણા સમયથી વિચિત્ર નામોનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બાળકોના અનોખા નામોને અહીં ‘કિરાકિરા’ કહેવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે બાળકોના એવા નામ જે સાંભળવામાં અને બોલવામાં સૌથી અલગ લાગે. જાપાનમાં બાળકોના નામ સામાન્ય રીતે કનજી એટલે ચીની લિપિ આધારિત અક્ષર પરથી મુકવામાં આવે છે. પરંતુ આ ‘કિરાકિરા’ નામો પર માતા-પિતા માત્ર ધ્વનિ પર ધ્યાન આપે છે. આ વિચિત્ર નામના કારણે શાળા, સરકારી દસ્તાવેજો, હૉસ્પિટલોમાં નામ લખવા અને બોલવામાં મુંઝવણ ઉભી થાય છે. અને બાળકોના નામ યોગ્ય રીતે બોલાતા નથી. અને તેની ઓળખ કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.
જાપાન સરકારે શું કર્યો બદલાવ ?
જાપાન સરકારે નામો બાબતે મુંઝવણ અને ઉભી થતી મુશ્કેલીઓને દુર કરવા માટે કડક નિયમ અને કાયદા બનાવ્યા છે. નવજાત બાળકોના નામકરણ સમયે માતા-પિતાએ નામની સાથે તેનું તેનું સ્પષ્ટ ઉચ્ચારણ પણ આપવું પડશે. અને જો આ ઉચ્ચારણ મેળ નહી ખાય તો તે નામ રિજેક્ટ કરવામાં આવશે. જાપાન સરકારના નામ બાબતે બનાવવામાં આવેલા નિયમ અને કાયદાનો એક જ હેતુ છે કે બાળકોના નામનો મજાક ન બને અને તેની સ્પષ્ટ ઓળખ ઉભી થાય.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો દૌર શરુ
જાપાન સરકારે નામ બાબતે કાયદાઓ જાહેર કર્યા તે બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો દૌર શરુ થયો છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, આ માતા-પિતાના અધિકારોનું હનન છે. તો અમુક યુઝર્સ જણાવી રહ્યા છે કે, જાપાન સરકારનો નિયમ અને કાયદો યોગ્ય છે. અનોખા ટ્રેન્ડ પર જાપાન સરકારના નિયમથી થોડી બ્રેક જરુરથી લાગશે.