- UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે યુદ્ધ અંગે આપી પ્રતિક્રિયા
- ગાઝામાં બાળકો અને મહિલાઓના મૃત્યુ પર ચિંતા કરી વ્યક્ત
- “હમાસ અને ઇઝરાયેલ યુદ્ધના કારણે હજારો નિર્દોશોએ જીવ ગુમાવ્યો”
UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વધી રહેલા મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામની પણ અપીલ કરી હતી.
મળતી માહિતી મુજબ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં મૃત્યુની વધતી સંખ્યા ચિંતા વધારી રહી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ગાઝામાં દરરોજ મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોની હત્યા થઈ રહી છે. ગાઝામાં યુદ્ધ બંધ થવું જોઈએ. UNના મહાસચિવે ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામની પણ અપીલ કરી હતી.
પેલેસ્ટિનિયન નાગરિકોએ કેમ્પમાં આશ્રય લીધો હતો
હમાસ અને ઇઝરાયેલ યુદ્ધના કારણે હજારો નીર્દોશોએ જીવ ગુમાવ્યો છે. તેવામાં ગાઝામાં વધી રહેલા મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરતા UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે ભયાવહ યુદ્ધને કારણે હજારો પેલેસ્ટિનિયન નાગરિકોએ ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલા કેમ્પમાં આશરો લીધો છે. હું ફરીથી પુનરાવર્તન કરું છું કે અમારા પરિસર પર હુમલો કરવો યોગ્ય નથી.
11 હજારથી વધુ લોકોના મોત
આપને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ ઈઝરાયેલની સેના ગાઝામાં હમાસની જગ્યાઓ પર કાર્યવાહી કરી રહી છે. આ યુદ્ધને કારણે ગાઝામાં 11,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝામાં મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
અલ શિફા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા
ઈઝરાયેલની કાર્યવાહીને કારણે ગાઝામાં માનવીય સંકટનો ખતરો છે. દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અલ શિફા હોસ્પિટલમાં દાખલ 31 બાળકોને બહાર કાઢ્યા છે, જેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. સોમવાર સુધીમાં ગાઝામાં મૃત્યુઆંક 11,078 હતો, જેમાં 4,506 બાળકો અને 3,027 મહિલાઓનો સમાવેશ થાય છે.


