- વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ
- 9 વિદ્યાર્થીને જ્હાનવી હોસ્પિટલ ખસેડાયા
- બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થી હતા સવાર
વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બોટ પલટી જતાં 6 વિદ્યાર્થી ડૂબ્યા છે. વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ હરણી તળાવમાં બોટ પલટી જવાના કારણે દુર્ઘટના બની હોવાની વિગતો સામે આવી રહી છે. જ્યારે આ બોટમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી સામે આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ગઈ હોવાની વિગતો સામે આવી છે. બોટિંગ સમયે દુર્ધટના બની હતી. એટલું જ નહીં બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હોવાની પણ માહિતી સામે આવી છે. આ સાથે જ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ મેયર સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમજ ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત ફાયર સહિત સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.
ક્લેટરે આપી માહિતી
વડોદરાના કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું હતું કે, હાલમાં 23 ભુલકાઓ અને 4 શિક્ષકો હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે. આ તરફ અહેવાલ અનુસાર 5 થી વધુ વિદ્યાર્થીઓ હજૂ લાપતા હોવાની વિગતો સામે આવી છે. તેમજ 9 વિદ્યાર્થીને જ્હાનવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 3 લોકોના મોત
તેમજ દુર્ઘટનામાં કુલ 3 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ ક્રેનથી વિદ્યાર્થીઓની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સૌથી મોટો ચોંકવાનારો ખુલાસોએ છેકે, બાળકોને લાઇફ જેકેટ ન્હોતા પહેરાવ્યા હતા.


