પાડોશી દેશ એવા ચીનમાં એક એવી માન્યતા છે જેને જાણી તમે પણ ચોંકી જશો. ચીનમાં તમામ એવી ચીજો હોય છે જે વિશ્વ માટે એક ચર્ચાનો વિષય બની જતી હોય છે. કોવિડ કાળમાં ચીનના લોકોને ખાવાની વસ્તુ ચર્ચાનું કેન્દ્ર હતું. પરંતુ આ વખતે જે વાત સામે આવી છે તે ખૂબ ચોંકાવનારી છે. મળતી માહિતી અનુસાર, ચીનમાં 10 વર્ષથી નાના છોકરાઓના પેશાબને સ્ટોર કરવામાં આવે છે.
પેશાબ એકઠું કરવાનું કારણ
મળતી માહિતી અનુસાર, આની પાછળનું કારણ પારંપરિક ચીની સંસ્કૃતિ છે, જેમાં લાંબા સમયથી એવી માન્યતા રહી છે કે છોકરાઓના પેશાબમાં ઘણા પ્રકારની રહસ્યમયી શક્તિઓ હોય છે. આમાં યાંગ ઉર્જાને પ્રોત્સાહન આપવાની અને તાવને ઓછો કરવા જેવા આરોગ્યના લાભને લઈ આધ્યાત્મિક સુધી સામેલ છે. આ ઉપરાંત નાના છોકરાના પેશાબમાં ખરાબ આત્માઓને દૂર રાખવાની અને સારા ભાગ્યને ચમકાવવાની શક્તિ પણ હોય છે.
આ પરંપરાને માનવાના કારણથી ચીનમાં 10 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓના પેશાબને એકઠું કરવામાં આવે છે. આમાં સૌથી વધુ કિંમત એવું મૂત્ર છે જે એક મહિનાનો હોય છે. એક દિવસ પહેલાના નવજાતની પ્રથમ સવારનું મૂત્ર હોય છે.
ચીનમાં યુવાન છોકરાઓ શુદ્ધ યાંગ ઉર્જાનું પ્રતીક છે, જે પુરુષત્વ અને અનંત જીવન શક્તિનું પ્રતિનિધ્વ કરે છે. ચીનમાં એક સમય એવો પણ હતો, જ્યારે ચીની સમ્રાટ છોકરાઓનાં મૂત્રને અમર જળ માનતા હતા અને આનો ઉપયોગ વિશેષ કાર્યોમાં થતો.
જો કે આ વાત પણ સત્ય છે કે, ચીનના મેડિકલ સાયન્સમાં પેશાબના ઉપયોગથી દવાઓ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગથી દવાઓ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ બ્લીડિંગ રોકવા, સોજા ઓછા કરવા અને ગરમી ઓછી કરવા કરવામાં આવે છે. આ સિવાય ચીનમાં એવું પણ મનાય છે કે, છોકરાના પેશાથી ખરાબ આત્માથી છૂટકારો મળે છે.


