- વિશ્વની ત્રીજી સૌથી મોટી એરફોર્સ ચીનમાં
- ચીન હમેશા ભૂ-વિસ્તારને લઇ વિશ્વભરમાં વિવાદમાં
- એરક્રાફ્ટ કોઈને કોઈ દેશની ટેક્નોલોજી પર આધારિત
ચીન વિશ્વભરમાં ટેક્નોલોજી ચોરી માટે કુખ્યાત છે. ચીને પણ આ ચોરાયેલી ટેક્નોલોજીથી પોતાની વાયુસેનાનું નિર્માણ કર્યું છે. આજે ચીન પાસે વિશ્વની ત્રીજી સૌથી મોટી એરફોર્સ છે. પરંતુ, ચીની એરફોર્સના એરક્રાફ્ટ કોઈને કોઈ દેશની ટેક્નોલોજી પર આધારિત છે.
ચીન હમેશા ભૂ-વિસ્તારને લઇ વિશ્વભરમાં વિવાદમાં સપડાયેલો છે. તેવામાં જાણવા મળી રહ્યું છે. કે ચીનની એરફોર્સે દૂનિયાભરની ટેકનોલોજીની ચોરી કરીને ઘાતક હથિયારો બનાવ્યા છે. ચીન દરેકની ટૂ કોપી કરવામાં હમેશા માહીર રહ્યો છે. જોકે તેનો સામનો કરવા માટે અમેરિકા હમેશા ટેકનોલોજી બાબતે પછાડતો આવ્યો છે. તો આ બાજુ ચીને ચોરાયેલી ટેક્નોલોજીથી પોતાની વાયુસેનાનું નિર્માણ કર્યું છે. આજે ચીન પાસે વિશ્વની ત્રીજી સૌથી મોટી એરફોર્સ છે. પરંતુ, ચીની એરફોર્સના એરક્રાફ્ટ કોઈને કોઈ દેશની ટેક્નોલોજી પર આધારિત ચાલી રહ્યા છે.
ચીનના એરક્રાફ્ટ કોઈને કોઈ દેશની ટેક્નોલોજી પર આધારિત?
- ચીનના પાંચમી પેઢીના J-20 ફાઈટર એરક્રાફ્ટને અમેરિકાના F-22ની નકલ માનવામાં આવે છે. તેની ઘણી વિશેષતાઓ F-22 જેવી જ છે.
- ચીની એરક્રાફ્ટ કેરિયરથી ઉડતું J-15 ફાઈટર પ્લેન યુક્રેનના સુખોઈ Su-33ની નકલ છે. ચીને યુક્રેન પાસેથી ખરીદેલા Su-33 ના અપૂર્ણ પ્રોટોટાઇપમાંથી J-15 ડિઝાઇન કરી હતી, કારણ કે રશિયા તેના Su-33 ને ચીનને વેચવા તૈયાર ન હતું.
- ચીનનું જે-10 ફાઈટર એરક્રાફ્ટ ઈઝરાયેલના આઈએઆઈ લાવીની નકલ છે. હાલમાં, તે ચીની વાયુસેનામાં સૌથી વધુ ફાઇટર એરક્રાફ્ટ છે. લગભગ 488 J-10 વેરિયન્ટ્સ ચીની એરફોર્સ અને ચીની નૌકાદળની ઉડ્ડયન પાંખો સાથે સેવામાં છે.
- ચીનનું J-16 ફાઈટર પ્લેન રશિયાના Su-30MKKની નકલ છે. ચીન તેને J-11નું અપગ્રેડેડ વર્ઝન કહે છે. J-11 એ હવામાં શ્રેષ્ઠતા ધરાવતું ફાઇટર એરક્રાફ્ટ છે, જ્યારે J-16 એ મલ્ટિરોલ ફાઇટર એરક્રાફ્ટ છે.
- ચીનનું J-11 ફાઈટર પ્લેન રશિયાના સુખોઈ Su-27ની નકલ છે. ચીને રશિયા પાસેથી Su-27નું લાઇસન્સ ખરીદીને પોતાના દેશમાં બનાવ્યું છે.
- 1980ના દાયકામાં ચીનનું પ્રથમ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ, જે-8, રશિયાના મિગ-21ની નકલ હતું. ચીને તેનું અપગ્રેડેડ વર્ઝન પણ બનાવ્યું, જેને J-8II નામ આપવામાં આવ્યું.
- ચીનનું H-6 બોમ્બર રશિયાના Tu-16 બોમ્બર એરક્રાફ્ટ પર આધારિત છે. આ એરક્રાફ્ટ ચીનની ક્રૂઝ મિસાઈલ અને એન્ટી શિપ મિસાઈલને ફાયર કરી શકે છે.


