ચીનમાં કોરોનાના વધતા આંકડા અને કેસને જોતા ફરી દુનિયામાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. જેના કારણે વૈશ્વિક સ્વાસ્થ્ય પર ખતરો તોળાઇ રહ્યો છે. ભારત સહિત બીજા અન્ય દેશોમાં પણ કોરોના કહેર વધી રહ્યો છે. નિષ્ણાંતોએ આ મામલે ટકોર કરી છે કે, પારદર્શિતાની કમીના કારણે મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. અને વૈશ્વિક સ્તર પર હાહાકાર જોવા મળી રહ્યો છે. કોરોનાના આંકડા ફરી એકવાર ચિંતાનો ગ્રાફ વધારી રહ્યા છે.
ફરી કોરોના વાયરસનો હાહાકાર
એકવાર ફરીથી કોરોનાએ ભારત સહિત સમગ્ર દુનિયામાં દસ્તક આપી છે. ભૂતકાળમાં જેમ ચિંતાની લહેર હતી. તેમ આ વખતે પણ આંકડાઓ ધબકારા વધારી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ચીન પોતાની અલગ જ રમત રમી રહ્યું છે. આ બધાની વચ્ચે કોરોનાના વધતા આંકડાની માહિતી દુનિયા પાસે હોવી જરુરી છે. પરંતુ ચીન આ આંકડા છુપાવી રહ્યુ છે. નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે અધિકારીઓ આ મામલે સાવધાન અને સતર્ક રહે. અને આગામી કોઇપણ ચર્ચા કે નિર્ણય માટે તૈયાર રહે. કોરાનાના દર્દીઓનો વધતો વ્યાપ અર્થતંત્રને અસર કરી શકે છે. ચીને કોવિડ મામલે હજુ કોઇપણ કેસ સ્વીકાર્યો નથી. જો કે સત્ય એ છે કે ચીનમાં કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે. એપ્રિલ મહિનામાં દેશમાં 1,60,000 કેસ નોધાયા હતા. પરંતુ ચીને આ મામલે કોઇ કાર્યવાહી નહોતી કરી. અને કેસને રોકવા માટે કોઇપણ પગલા લીધા ન હતા.
ચીનમાં કોરોના કેસનો વધતો વ્યાપ
ચીની સેન્ટર ઓફ ડિઝીસ કંટ્રોલના ડેટા અનુસાર 31 માર્ચથી લઇને 4 મેના સુધી દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો હતો. આ દર્દીઓમાં ફ્લૂના લક્ષ્ણવાળા દર્દીઓની સંખ્યા વધુ હતી. 7.5 ટકાથી વધીને 16.2 ટકા સુધી આ આંકડામાં વધારો જોવા મળ્યો હતો. એક મહિનામાં આ આંકડા ડબલ થઇ શકે છે. CDC અનુસાર, એપ્રિલ મહિનામાં દેશભરમાં કુલ 1,68,507 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 5 ટકા મામલાઓની તપાસ કરવામાં આવી હતી. અને તેમાં સામે આવ્યુ હતુ કે, આ ઓમિક્રોન વૈરિએન્ટ છે. જેમાં મુખ્ય સ્ટ્રેન XDV સિરીઝના હતા.
ભારતમાં કોરોના કેસમાં વધારો
કોરોનાએ ભારતમાં પણ દસ્તક આપી છે. જેના કારણે ફરી ખતરો તોળાઇ રહ્યો છે. દિલ્હીની સાથે અનેક મેટ્રો શહેરોમાં કોરોના કેસ પોઝિટીવ જોવા મળી રહ્યા છે. ભારત દેશમાં હાલની સ્થિતિમાં 1 હજાર જેટલા એક્ટીવ કેસ નોંધાયા છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના 103 કેસ નોંધાયા હતા. હાલ કોરોના માટે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. અને જનતાને સાવધાની તથા સતર્કતા રાખવા માટે સરકારે અપીલ કરી છે.