દિલ્હી NCRમાં AQI 400-500 ની આસપાસ પહોંચી ગયો છે. જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ વચ્ચે ભારતમાં ચીની દૂતાવાસના યુ જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચીનનો અનુભવ શેર કર્યો છે. જેમાં તેમણે પ્રદુષણથી બચવાની ટિપ્સ આપી છે.
યુ જિંગે પોતાની પોસ્ટમાં લખ્યું કે ઝડપી શહેરીકરણને કારણે ચીન અને ભારત બંને હવા પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ચીને સતત પ્રયત્નો દ્વારા આ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
ચીની પ્રવક્તાએ આપી ભારતને સલાહ
તેમણે એક સિરીઝ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં તબક્કાવાર રીતે બતાવવામાં આવશે કે ચીને પ્રદૂષણ પર કેવી રીતે કાબૂ મેળવ્યો. શ્રેણીના પહેલા ભાગમાં યુ જિંગે બેઇજિંગમાં વાહન પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં સમજાવ્યા હતા.
આ રીતે ચીને પ્રદુષણમાં કર્યો ઘટાડો
અતિ-કડક નિયમો અપનાવ્યાઃ ચીન-6 ધોરણ (યુરો-6 સમકક્ષ) જેવા કડક ઉત્સર્જન નિયમો લાગુ કરો.
જૂના અને વધુ ઉત્સર્જન કરનાર વાહનોને તબક્કાવાર હટાવો.
કાર્સની સંખ્યામાં વધારા પર નિયંત્રણ: લાયસન્સ પ્લેટ લોટરી તથા ઑડ-ઈવન/વિકડે ડ્રાઇવિંગ નિયમો અમલમાં મૂકો.
દુનિયાનું સૌથી મોટું મેટ્રો અને બસ નેટવર્ક વિકસાવો.
ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ ઝડપી ગતિએ આગળ વધો.
પ્રાદેશિક સહકાર: બેઇજિંગ–તિયાનજિન–હેબેઈ વિસ્તારની જેમ પડોશી વિસ્તારો સાથે મળીને ઉત્સર્જન ઘટાડો.


