ચીને ઈન્ટરનેટ પર પહેલેથી જ દેખરેખ કરી રહ્યું છે અને હવે તે વધારે કડક થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ જિનપિંગની સરકાર ખૂબ ઝડપથી એક ઈન્ટરનેશનલ આઈડી લાગૂ કરવા જઈ રહ્યું છે. એક એવી ડિજીટલ ઓળખ જેની સાથે દરેક યુઝર્સની ઓનલાઈન ઓળખ જોડાયેલી હશે. તેનો અર્થ એ છે કે જો તમે ખોટુ બોલ્યા, સરકારની વિરુદ્ધમાં કંઈ લખ્યું કે તમારી ઓળખ છુપાવી તો સીધુ અકાઉ્ટ બંધ
સરકારનું કહેવું છે કે આ સિસ્ટમથી લોકોની પ્રાઈવેટ જાણકારી સુરક્ષિત રહેશે અને ડિજીટલ ઈકોનોમીને વેગ મળશે. પરંતું ઘણા એક્સપર્ટ આ દાવા પર શંકાઓ કરી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે તેનાથી લોકોની અભિવ્યક્તિની આઝાદી પર ઘણો ઉંડો ઘા વાગશે.
ચીનમાં પહેલેથી જ સોસિયલ મિડીયા પોસ્ટ હટાવવા, અકાઉન્ટ સસપેન્ડ કરવા અને ટીકાકારોની ઓળખ માટે એક મોટુ સેન્સરશિપ સિસ્ટમ છે. પરંતું નવા ઈન્ટરનેટ આઈડી દ્વારાસરકારને દર્ક યુઝર્સની રીયલ ટાઈમ મોનિંટરીંગ કરવાની તાકાત મળી જશે. કેલિફોર્નિયાની યુનિવર્સિટીના રિસર્ચસ શિયાઓ કિંયાંગ પ્રમાણે આ ફક્ત દેખરેખનું ટુલ નહી પણ ડિજીટલ તાનાશાહીનું ઈન્ફાસ્ટ્રક્ચર છે. જેનાથી સરકાર એક જ ઝટકામાં કોઈ પણ યુઝર્સને તમામ પ્લેયફોર્મ પરથી ગાયબ કરી શકે છે.
સરકારના કહ્યા પ્રમાણે આ આઈડી હાલ સ્વૈચ્છિક છે. પરંતુ ટીકાકારોનું એવું માનવું છે કે ધીમે ધીમે તેને જરુરી બનાવવામાં આવસે. પ્રોફેસર હાઉચેન સનનું કહેવું છે કે સરકાર આની સુવિધાઓ બતાવીને લોકોને જાતે તેમાં શામેલ થવા માટે મજબૂર કરે. હાલ તો સિસ્ટમનો હેતુ સુરક્ષિત અને સરળ ઓળખ પ્રણાલીનો બતાવવામાં આવે છે, પરંતુ ડેટા ચોરીનો ભય પણ વધી ગયો છે.


