ચીનના ઉત્તરી પ્રાંત હેબેઈના એક માર્કેટમાં ભીષણ આગ લાગવાથી 8 લોકો જીવતા દાઝી ગયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં ધુમાડાના કાળા વાદળો આખા શહેરને ઢાંકી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના ચીનના એક શાકભાજી માર્કેટમાં થઈ હતી, જ્યાં આગ લાગવાને કારણે 8 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. ચીનના સ્થાનિક મીડિયામાં આ જાણકારી આપવામાં આવી છે.
સ્થાનિક અધિકારીઓને જણાવ્યું હતું કે શનિવારે ઝાંગજિયાકોઉ શહેરમાં આગ લાગી હતી. સવારે 8.40 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. લગભગ એકાદ કલાક બાદ ઘણી જહેમત બાદ તેને બુઝાવવામાં આવી હતી. હવે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ચીનમાં અન્ય મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં શહેરના કિયાઓક્સી જિલ્લાના બજાર પર ધુમાડાના વિશાળ કાળા પ્લુમ તેમજ મોટી જ્વાળાઓ જોવા મળી હતી.
શાકભાજી અને ઈલેક્ટ્રોનિક માર્કેટમાં આગ
કંપનીના ડેટા પ્રોવાઈડર કિચાચાને ટાંકવામાં આવ્યું હતું કે લિગુઆંગ શાક માર્કેટમાં આગ લાગી હતી. આ માર્કેટ 2011માં ખોલવામાં આવ્યું હતું. આ માર્કેટમાં શાકભાજી અને ફળોથી લઈને સી ફૂડ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું વેચાણ થાય છે.


