- ચીનના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીઝની સારવાર માટે સેલ થેરાપી વિક્સિત કરી
- એક દર્દીને ટાઈપ-2 ડાયાબિટીઝ હતું તેમજ નિયમિત ઈંસુલિન લેતો હતો તેને કાયમી મુક્તિ અપાવી
- વિશ્વમાં પ્રથમવાર સેલ થેરાપીથી ડાયાબિટીઝ ઠીક થયાનું સામે આવ્યું
વિશ્વમાં પ્રથમવાર સેલ થેરાપીથી કોઈ દર્દીનું ડાયાબિટીઝ ઠીક થઈ ગયું છે. ડાયાબિટીઝથી ઝઝૂમી રહેલા દર્દીઓ માટે આ આશાનું કિરણ છે. ચીની વૈજ્ઞાનિકો અને તબીબોની એક ટીમે સરક કાર્ય કર્યું છે. ચીનના શાંઘાઈ, ચાંગઝેં હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓના તબીબો અને સંશોધકોની ટીમમને સફળતા મળી છે.
જર્નલ સેલ ડિસ્કવરીમાં રિસર્ચ 30 એપ્રિલના રોજ પ્રકાશિત થયું છે. દર્દીની ઉંમર 59 વર્ષ છે. જે 25 વર્ષથી ટાઈપ-2 ડાયાબિટીઝની સાથે જીવી રહ્યો છે. ડાયાબિટીઝ તો આમ તો ઘણા પ્રકારના હોય છે. જેમાંથી ટાઈપ-2 સૌથી સામાન્ય છે. આશરે 90 ટકા દર્દીઓને અસર કરે છે. આ ઘણી હદ સુધી આહાર સંબંધિત છે અને સમયની સાથે વિકસીત થાય છે.
દર્દીને ઈંસુલિનના ઈંજેક્શનથી મુક્તિ મળી
વર્ષ-2017માં દર્દીની કિડની ટ્રાંસપ્લાન્ટ થઈ હતી. પરંતુ કોઈ કારણોસર સમસ્યા સર્જાતા બ્લડ ગ્લૂકોઝ સ્તરને કંટ્રોલ કરવા દરરોજ ઈંસુલિનન ઈંજેક્શન લેવા પડતા પરંતુ સેલ થેરાપીની સારવાર બાદ દર્દીને આ ઈંજેક્શનથી મુક્તિ મળી ગઈ હતી.
આ દર્દીને જુલાઈ-2021માં સેલ ટ્રાંસપ્લાન્ટ કરાયો. 11 અઠવાડિયા બાદ તેને બહારથી ઈંસુલિનની જરૂર ન પડી. બ્લડ ગ્લૂકોઝ સ્તરને કાબૂ કરવા મોંથી લેવાની દવા ધીમે-ધીમે ઓથી કરાઈ અને એક વર્ષ બાદ સંપૂર્ણ રીતે દવા બંધ કરવામાં આવી. ટ્રાંસપ્લાન્ટ પછી દર્દીનું ફોલો અપ લેવાયું તો જાણવા મળ્યું કે દર્દીનું સ્વાદુપિંડ આઈલેટની કામગીરી સરસ રીતે થઈ રહી છે. દર્દીને હવે 33 મહિનાથી ઈંસુલિનથી સંપૂર્ણ રીતે મુક્તિ મળી ગઈ છે.
કૅન્સરની સારવારમાં મહત્ત્વનું સંશોધન
સંશોધનકોની ટીમના જણાવ્યા પ્રમાણે આ અભ્યાસથી ડાયાબિટીઝ માટે સેલ થેરાપીથી મહત્ત્વની પ્રગતિ થશે. ડાયાબિટીઝ એક જટિલ સ્થિતિ છે. જે આપણા શરીરને ભોજનમાંથી મળતી ઊર્જાને બદલવાની રીત પર વિઘ્ન નાખે છે. આપણે જે પણ ભોજન કરતા હોઈએ છીએ તે ગ્લૂકોઝમાં બદલાઈને બ્લડસ્ટ્રીમમાં જાય છે.
બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરવા માટે ઈન્સુલિનની જરૂર પડતી હોય છે. જે સ્વાદુપિંડનું કામ છે. જ્યારે કોઈને ડાયાબિટીઝ થઈ જાય છે. તો આ આખી સિસ્ટમ ખોરવાઈ જતી હોય છે. જેથી કાં તો શરીર પૂરતું ઈસુલિન નથી બનાવતું અથવા તો જે ઈંસુલિન બને છે તે અસરકારક રીતે વપરાશ નથી કરી શકતો. વિશ્વના વૈજ્ઞાનિક માનવ સેલથી આઈલેટ જેવી કોશિકા બનાવીને વિકલ્પ રૂપથી પ્રત્યારોપણ પર સંશોધન કરી રહ્યા છે. હવે દાયકાઓ પછી ચીનના વૈજ્ઞાનિકોનું એક જૂથ એક ડગલું નજીક આવ્યું છે.


