- PM નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે પોલેન્ડથી યુક્રેનની મુલાકાતે જશે
- ચીનના PMએ મોસ્કોમાં રશિયાના PM સાથે કરી મુલાકાત
- પશ્ચિમી દેશો રશિયા-ચીનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત વચ્ચે ચીનના વડાપ્રધાન લી કિઆંગે બુધવારે મોસ્કોમાં રશિયાના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિન સાથે મુલાકાત કરી હતી. ગયા મહિને જ PM મોદીએ પુતિન સાથે મુલાકાત કરી હતી અને હવે ચીનના પીએમ રશિયાની મુલાકાતે પહોંચ્યા છે. નોંધનીય છે કે, યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે, જેમાં યુક્રેને રશિયામાં વિસ્તરણ તેજ કર્યું છે.
જાણકારોએ શું રહ્યુ?
મીડિયા અહેવાલમાં જાણકારોના હવાલે કહેવામાં છે કે, ચીન અને રશિયા બન્ને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય છે. તેથી, માત્ર પરસ્પર મુદ્દાઓમાં જ નહીં પરંતુ વિશ્વના મલ્ટી-પોલરાઈઝેશનમાં પણ બન્નેના હિતોને એકબીજા સાથે જોડી શકાય છે.
પશ્ચિમી દેશોના પ્રતિબંધોના દબાણને સહન કરવુ પડશે
રશિયાની સમાચાર એજન્સી ટૈસે કહ્યું કે, મિશુસ્ટિનના અનુસાર પશ્ચિમી દેશો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને રશિયા અને ચીનની આર્થિક અને તકનીકી ક્ષમતાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બન્ને દેશોએ સાથે મળીને પશ્ચિમી દેશોના પ્રતિબંધોના દબાણને સહન કરવું પડશે.
બન્ને દેશ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવા સ્તરે લઈ જશે
ચીન-રશિયા સંબંધો મજબૂત રહેશે અને કોઈપણ ફેરફારોને ધ્યાનમાં લીધા વિના એકબીજા સાથે વેપાર અને વ્યાપક સહયોગ જાળવી રાખશે. આવી સ્થિતિમાં ચીન આ સંબંધોને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. બેઠક બાદ બન્ને દેશો તરફથી કહેવામાં આવ્યું કે, નવા યુગ માટે બન્ને દેશ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવા સ્તરે લઈ જશે. રોકાણ, ઉર્જા, અર્થવ્યવસ્થા અને વેપાર ઉપરાંત બન્ને દેશોએ સાંસ્કૃતિક સંબંધો સુધારવાની વાત પણ કરી હતી.


