નવા વર્ષની ઉજવણીની સાથે તાઈવાન ચીન સાથે યુદ્ધની તૈયારીમાં પણ વ્યસ્ત છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીન 20 વર્ષ પછી તાઈવાન પર હુમલો કરી શકે છે, તેથી તાઈવાનની ગેમિંગ કંપનીએ આ યુદ્ધ માટે પહેલેથી જ તૈયારી કરી લીધી છે.
20 વર્ષ પછી કાલ્પનિક યુદ્ધમાં ભાગ લેવાની તક
ખરેખર તાઈવાનની મિઝો ગેમ્સે એક બોર્ડ ગેમ વિકસાવી છે જેમાં ખેલાડીઓને 20 વર્ષ પછી કાલ્પનિક ચીની આક્રમણમાં ભાગ લેવાની તક મળે છે. તાઈવાનની ગેમિંગ કંપની આ ગેમને એવા સમયે રિલીઝ કરી રહી છે જ્યારે ચીન આ ટાપુની આસપાસ પોતાની સૈન્ય હાજરી અને દબાણ વધારી રહ્યું છે. 2045 નામની આ ગેમમાં ખેલાડીઓને વિવિધ ભૂમિકાઓ જેમ કે તાઈવાનના આર્મી ઓફિસર, ચાઈનીઝ સ્લીપર એજન્ટ અને વોલેન્ટિયર સિટીઝન ફાઈટર આપે છે.
ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે
મિઝો ગેમ્સના સ્થાપક કેજે ચાંગે ધ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે, અમે ભવિષ્યની ચોક્કસ આગાહી કરી શકતા નથી, પરંતુ જો સંઘર્ષ અનિવાર્ય હોય, તો અમે આશા રાખીએ છીએ કે આ રમત લોકોને યુદ્ધ પહેલા જ ટેબલ ટોપ અનુભવવાની તકની સાથે મદદ કરશે. તાઈવાનની ગેમિંગ કંપની આ ગેમને એવા સમયે રિલીઝ કરી રહી છે, જ્યારે ચીન તાઇવાન ટાપુની આસપાસ પોતાની સૈન્ય હાજરી અને દબાણ વધારી રહ્યું છે. ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે અને બેઈજિંગે તેના પર નિયંત્રણ મેળવવાની પ્રતિજ્ઞા લીધી છે, પરંતુ ચીને આ માટે બળનો ઉપયોગ કરવાની વાતને નકારી નથી.
નિષ્ણાંતોનો મત
વિશ્લેષકોને હાલમાં કોઈ અંદાજ નથી કે ચીન તાઈવાન પર હુમલો કરશે કે કેમ, પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે તાઈવાન પર ચીનના હુમલાનો ખતરો વર્ષ 2050ની આસપાસ થવાની સંભાવના છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીનની સેનાને ‘વર્લ્ડ ક્લાસ આર્મી’ બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. વર્ષ 2049માં ચીનમાં ડાબેરી શાસનનું શતાબ્દી વર્ષ પૂર્ણ થશે. તેથી નિષ્ણાતો માને છે કે આ તે સમય હોઈ શકે છે જ્યારે ચીન તાઈવાનને તેના ક્ષેત્રમાં સામેલ કરવાનો પ્રયાસ કરશે.
મિઝો ગેમ્સે ઓગસ્ટમાં તેની નવી ગેમ “2045” માટે ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ કરી હતી. થોડા મહિનામાં તેણે લગભગ રૂ. 1 કરોડ એકત્ર કર્યા હતા, જે મૂળ લક્ષ્ય કરતાં લગભગ 4000 ગણા વધુ હતા. ‘2045’ એ તાઈવાનના મનોરંજન ઉત્પાદનોની નવીનતમ શ્રેણી છે, જે ચીનના જોડાણના જોખમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.