- ચીન અને તાઈવાન વચ્ચે તણાવથી આખું વિશ્વ માહિતગાર છે
- તાઈવાન દેશનું સૈન્ય એલર્ટની સ્થિતિમાં
- ચીન વિરોધી નેતા રાષ્ટ્રપતિ બનતા ચીને યુદ્ધાભ્યાસ શરૂ કર્યો
ચીન અને તાઈવાન વચ્ચે તણાવથી આખું વિશ્વ માહિતગાર છે. ચીન વિરોધી નેતા લાઈ ચિંગ-તે રાષ્ટ્રપતિ બનતા જ ચીને તાઈવાનની આસપાસ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ પ્રથમ ઘટના છે કે જ્યારે ચીન તાઈવાન વિરુદ્ધ આટલા મોટા પ્રમાણમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. તાઈવાનમાં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ચીને લાઈ ચિંગ-ચેને ભાગલાવાદી ગણાવ્યા હતા. ઉપરાંત તાઈવાનના લોકોને ચેતવણી આપી હતી કે જો તે સૈન્ય સંઘર્ષથી બચવા માગે છે તે યોગ્ય વિકલ્પની ચૂંટણી કરો.
યુદ્ઘાભ્યાસમાં ચીનના યુદ્ધ જહાજ અને વિમાન જોડાયા
ચીનની ધમકી છતાં તાઈવાનમાં ચીની વિરોધી નેતા લાઈ ચિંગ-ચેને જીત મળી છે. તેઓની શપથવિધિ પછી ચીની સૈન્યના પ્રવક્તાએ કહ્યું કે તાઈવાનને આની સજા મળશે. ચીનની થળ સેના વાયુસેના સંયુક્ત રીતે અભ્યાસથી તાઈવાનની આઝાદીને પ્રોત્સાહન આપતા ભાગલાવાદીઓને જવાબ અપાશે. ચીનના અભ્યાસમાં લડાકુ વિમાન તેમજ નેવીના ઘણા યુદ્ધ જહાજ સામેલ છે.
તાઈવાન દેશનું સૈન્ય એલર્ટની સ્થિતિમાં
તાઈવાને ચીનના યુદ્ધાભ્યાસને તર્કવગરનો અને ઉશ્કેરણીજનકના રૂપમમાં વખોડી કાઢયો છે. આ દરમિયાન નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-ચે ચીનથી સૈન્ય અભ્યાસ રોકવાનું કહ્યું. લાઈએ ચીનને અપીલ કરી છે કે તે પોતાના આક્રોશને રોકીને સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરે. લાઈએ વધુમાં કહ્યું કે જે દ્વીપોની નજીક આ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે તે તાઈવાનનો છે અને તાઈવાનની સેના એલર્ટ પર રખાઈ છે.
ચીન અને તાઈવાન વચ્ચે શાબ્દિક યુદ્ધ
મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ બન્યા પછી લાઈ ચિંગ-તે પોતાના પ્રથમ સંબોધનમાં જણાવ્યું કે, તાઈવાન સ્વતંત્ર દેશ છે. પોતાની અખંડ સંપ્રભુતાને જાળવી રાખવા તાઈવાન કંઈ પણ કરી શકે છે. તેમને જણાવ્યું કે તાઈવાન સરકાર પોતાના લોકતંત્ર અને આઝાદીને લઈ કોઈપણ બાંધછોડ નહિ કરે ત્યારબાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાઈવાન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમને કહ્યું કે તાઈવાનના નવા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તે અને તેના મિત્રોએ પોતાની હરકતોથી દેશ જ નહિ પરંતુ અમારા પૂર્વજોને પણ દગો આપ્યો છે. વાંગ યી એવું પણ કહ્યું કે તાઈવાનને ચીનમાં ભેળવી દેવાથી અમને કોઈ નહીં રોકી શકે. તાઈવાન પોતાની માતૃભૂમિમાં જરૂર ભળશે.


