- ચીનમાં 24 વર્ષીય યુવતીએ ચેલેન્જ સ્વીકારીને 10 કિલો ખાવાનું ખાઈ લેતા મોત થયું
- સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગમાં ખાવાનું ખાતાં-ખાતાં મોતને ભેટી
- મૃતક યુવકી પેન જિયાઓટિંગ આખા ચીનમાં યૂ-ટ્યૂબર તરીકે પ્રસિદ્ધ હતી
પાડોશી દેશમાં ખાવાનું ખાવાનો એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. બન્યું એવું કે, એક 24 વર્ષીય યુવતી જે સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ખાવાનું ખાઈ રહી હતી તે દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. મળતી વિગત પ્રમાણે આ ઘટના ગત રોજ બની હતી. મૃતક યુવતી આખા ચીનમાં યૂ ટ્યૂબર તરીખે પ્રસિદ્ધ હતી. રિપોર્ચમાં એવો ઉલ્લેખ છે કે પેન જિયાઓટિંગ એવા ચેલેન્જનો સામનો કરવા જાણીતી હતી જે બીજા માટે અશક્ય હોય. જેના માટે તેને સતત 10 કલાકથી વધુ સમય સુધી ખાવાનું હતું. મતલબ કે પેટમાં સતત ખોરાક પધરાવાનો હતો.
મૃતક યુવતી 10 કિલો ખોરાક ખાતી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના એક સ્થાનિક પોર્ટલે દાવો કર્યો છે કે જિયાઓટિંગ એક સમયે 10 કિલો ખોરાક ખાતી હતી. તેના અતિશય આહારને કારણે તેના માતા-પિતા ખૂબ જ પરેશાન હતા અને તેઓએ પાન જિયાઓટિંગને તેના વિશે ચેતવણી પણ આપી હતી. તેના માતા-પિતા અને શુભેચ્છકોની વારંવારની ચેતવણીઓ છતાં, જિયાઓટિંગે ચાલુ રાખવાનું નક્કી કર્યું.
તમને જણાવી દઈએ કે પાન પોતાની ચેનલ પર લાઈવ આવીને રોજની જેમ ખાવાનું ખાતી હતી. આ સમય દરમિયાન, વધુ પડતું ખાવાના કારણે તેનું અચાનક મૃત્યુ થયું. મૃતદેહના પોસ્ટમોર્ટમ દરમિયાન તેનું પેટ પચાયેલ ખોરાકથી ભરેલું જણાયું હતું.
સોશિયલ મીડિયા પર લોકોએ ટીકા કરી
વધુમાં, Xiaotingના મૃત્યુએ સોશિયલ મીડિયા પર સ્વાસ્થ્યની ચિંતાઓ ફેલાવી છે. કેટલાક લોકો આવા પડકારોનો સામનો કરવાની જરૂરિયાત પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે અને ટિપ્પણીઓનો દોર છોડી દીધો છે.
એક યુઝરે લખ્યું કે, ‘હું ક્યારેય સમજી શકતો નથી કે શા માટે કોઈ કોઈને ખાતું જોવા માંગે છે.’ બીજાએ લખ્યું, એવા ઘણા ઉદાહરણો છે જ્યાં લોકોએ રીલ શૂટ કરવા અથવા સોશિયલ મીડિયા પર લાઇક્સ અને લોકપ્રિયતા મેળવવા માટે સ્ટંટ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે.


