- નાણાંની ફાળવણી છતાં તળાવની યોગ્ય સફાઇ નહી
- તળાવ કિનારા ઉપર રહેતા રહીશોની હાલત કફોડી બની ગઇ
- પ્રજાને લગતી આ ગંભીર સમસ્યાનો નિકાલ થાય તેવી માંગ
છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી નગરની મધ્યમાં આવેલ કુસુમસગર તળાવની સફઈ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સાફ કરવા વારંવાર નાણાં મંજુર કરવામાં આવે છે. પરંતુ યોગ્ય રીતે સાફ થતું નથી. જેના કારણે પ્રજાની હાલત કફોડી બની છે.
તળાવ કિનારે ગંદકી અને ગંદુ દુર્ગંધ વાળું પાણી અને અસહ્ય દુર્ગંધથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. નગર પાલિકાની 5 વર્ષની મુદત પૂર્ણ થતા પાલિકાના સભ્યો હવે રહ્યા નથી. જ્યારે હાલ પાલિકા વહીવટ દારને હવાલે ચાલે છે. તો પ્રજાને લગતી આ ગંભીર સમસ્યાનો નિકાલ થાય અને તળાવ કિનારાની ગંદકીની સાફ્ સફઈ કરાય તેવી પ્રજાની માંગ છે. તો શું આ અંગે અધિકારીઓ ધ્યાન આપશે ખરા ?
વર્ષોથી છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમ સાગર તળાવની સુંદરતા તંત્રના અણઘડ વહીવટને કારણે છીનવાઈ ગઈ છે. વર્ષોથી કુસુમ સાગર તળાવ ની અંદર ઊગી નીકળતી વેલો નો કોઈ કાયમી નિકાલ થતો નથી સાથે સાથે તળાવમાં ઠલવા થી ગંદકી અને કારણે પાણી ભારે દુર્ગંધ મારી રહ્યું છે હાલની પરિસ્થિતિમાં તળાવમાં ઊગી નીકળેલી વેલો અને કિનારા ઉપર ભારે ગંદકી છે. હાલ ઉનાળો હોય સાંજના સમયે પવનની લહેર આવતા અસહ્ય દુર્ગંધ આવતી હોય તેવી ફરીયાદ પ્રશ્ન પ્રજા કરી રહી છે. જ્યારે તળાવ તરફ્થી ઊડતી જીવતો કિનારાની આસપાસના વિસ્તારને પ્રભાવિત કરે છે. જયારે કિનારા ઉપર મચ્છરોનો પણ ભારે ત્રાસ જોવા મળે છે.


